• Gujarati News
  • આજે અૈતિહાસિક કોચરબ સત્યાગ્રહ આશ્રમની શતાબ્દી

આજે અૈતિહાસિક કોચરબ સત્યાગ્રહ આશ્રમની શતાબ્દી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રપિતામહાત્મા ગાંધીના હિન્દ આગમનની શતાબ્દી ઊજવાઈ રહી છે તો તેમણે અમદાવાદને તેમની કર્મભૂમિ બનાવી 1915માં પાલડીમાં કોચરબ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી તે ઐતિહાસિક સ્મારક પણ બુધવારે 100 વર્ષ પૂરા કરી રહ્યું છે.

મહાત્મા ગાંધીના અમદાવાદના પ્રારંભિક સાથીઓ પૈકી એક ડો. હરિપ્રસાદ દેસાઈના 91 વર્ષીય પૌત્ર અશોક દેસાઈ કોચરબ આશ્રમની પાશ્વભૂમિમાં તેમના દાદાજીનો ઉલ્લેખ ધરાવતી ગાંધીજીએ લખેલી 1915ની ડાયરીની નકલ સાથે તેમના સંસ્મરણો વાગોળી રહ્યા છે.

તત્કાલીન અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ રહી ચૂકેલા ડો. હરિપ્રસાદ દેસાઈનું કોચરબ આશ્રમ સ્થાપનામાં યોગદાન અંગે અશોકભાઈ કહે છે કે કોચરબ આશ્રમના બિલ્ડિંગના માલિક બેરિસ્ટર જીવનલાલ દેસાઈ અને મારા દાદાજી ઘનિષ્ઠ મિત્રો હતો. દાદાજીના સમજાવવાથી જીવનલાલે તેમની કિંમતી પ્રોપર્ટી મહાત્મા ગાંધીને દાન પેટે આપી દીધી.

20મીમે, 1915માં ગાંધીજી અને કસ્તુરબાએ ઘડો મૂક્યો હતો

ગાંધીજીઅને કસ્તુરબાએ અહીં પાણીનો ઘડો મૂકીને સત્યાગ્રહ આશ્રમમાં વૈદિક પરંપરા નિભાવતા ગૃહ પ્રવેશ કર્યો. રાષ્ટ્રપિતાના અમદાવાદ આગમન પૂર્વે 16, જાન્યુઆરી, 1915ના રોજ મુંબઈથી રાજકોટ જઈ રહેલા મહાત્મા ગાંધી અને કસ્તુરબાનું અમદાવાદ રેલવે સ્ટેશને યોજાયેલ ભવ્ય સ્વાગત-સત્કારનું આયોજન પણ ડો. હરિપ્રસાદે કર્યું હતું. કારણસર ગાંધીજીએ ડો. હરિપ્રસાદના સારંગપુર સ્થિત દવાખાનાના આગળના ભાગમાં ‘એમ.કે. ગાંધી, બેરિસ્ટર’નું પાટિયું લગાડી વકીલાત શરૂ કરી હતી. એક તબક્કે તો બાપુએ મ્યુનિસિપાલિટીમાં દાખલ થયાની ઈચ્છા પણ ડો. હરિપ્રસાદ સમક્ષ વ્યક્ત કરી હતી. કારણ કે સમયે અમદાવાદમાં પ્રેક્ટિસ કરતા વકીલોની મતદાતા તરીકે નોંધણી મતદારયાદીમાં સરળતાથી થઈ જતી. અને એક વખત મતદારયાદીમાં નામ નોંધાઈ જાય એટલે ચૂંટણી લડીને નગર સફાઈ દ્વારા દેશ સેવા કરવાની ગાંધીજીની ઈચ્છા હતી. કમનસીબેે મહાત્મા તેમના સાર્વજનિક જીવનની શરૂઆત અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા કરી શક્યા નહીં. જો ગાંધીજી મ્યુનિસિપાલિટીની ચૂંટણી લડ્યા હોત તો દેશનો ઈતિહાસ જુદો લખાયો હોત!! કોચરબ સત્યાગ્રહ આશ્રમની શતાબ્દી નિમિત્તે બુધવારે કોર્પોરેશન દ્વારા સવારે 10.45 વાગ્યે ઉજવણીનો કાર્યક્રમ રખાયો છે. ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાતી સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ રખાયો છે.

1915થી 2015