• Gujarati News
  • National
  • પાટીદારોના આંદોલનથી સરકારને કે ભાજપને ફરક નહીં પડે : નીતિન પટેલ

પાટીદારોના આંદોલનથી સરકારને કે ભાજપને ફરક નહીં પડે : નીતિન પટેલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1કરોડ પાટીદારોને જોડવાની કવાયત

પાટીદારોનુંઅનામત આંદોલન ઉગ્ર બની રહ્યું છે. તેમાં બને તેટલા વધુ પાટીદારોનું સમર્થન મળે તે હેતુથી પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ સોશિયલ ગ્રૂપ દ્વારા સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સમિતિના કન્વીનર હાર્દિક પટેલના જણાવ્યા મુજબ હાલમાં ફેસબુક પર 112 પેજિસ, વોટ્સએપ પર 512 ગ્રૂપ બનાવવામાં આવ્યા છે. જેના દ્વારા આગામી 25મી ઓગસ્ટ સુધીમાં પાટીદાર અનામત આંદોલન માટે 1 કરોડ પાટીદારોનું સમર્થન પ્રાપ્ત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

અંગે વધારે માહિતિ આપતા હાર્દિક પટેલે જણાવ્યું કે અમદાવાદમાં 5 લોકો, રાજકોટમાં 2 લોકો, ભાવનગરમાં 2 અને વડોદરામાં 1 પાટીદાર યુવાન મળીને કુલ 10 પાટીદાર યુવકો એક ટીમ તરીકે સોશિયલ મીડિયાનું અભિયાન ચલાવી રહ્યા છે. જેમાં આગળ જરૂર પડે તેમ અન્ય યુવાનો પણ જોડાશે. આજે સોશિયલ મીડિયાનો યુગ છે ત્યારે પાટીદાર સમાજ તેનો મહત્તમ ઉપયોગ કરીને પોતાની અનામત મેળવવાની માંગણી માટે મહત્તમ સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આગામી દિવસોમાં ખાસ કરીને રાજ્યના ચાર મહાનગરોમાં યોજાનારી પાટીદાર અનામત આંદોલન સમિતિની રેલીઓને શહેરી પાટીદારોનું પૂરતું સમર્થન મળે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

નરેશ પટેલ વિરુદ્ધમાં તો કાનજી ભાલાળા પાટીદાર અનામતની તરફેણમાં

112 ફેસબુક પેજિસ, 512 વોટ્સએપ ગ્રૂપ

વિજાપુર | મંજૂરી વિના રેલી : ઘર્ષણના એંધાણ

વિસનગરનીહિંસક રેલી બાદ તંત્રએ વિજાપુરમા રેલીની મંજુરી રદ કરી રેલી યોજાતી અટકાવવા એડી ચોટીનુ જોર લગાવી દીધુ છે જ્યારે રેલી યોજવા મક્કમ પાટીદારોએ 40હજારથી વધુ પાટીદારોને એકઠા કરવાનો મનસુબો બનાવતા સઘર્ષના એધાણ વર્તાયા છે. અનિચ્છનીય બનાવ બનતો અટકાવવા વિજાપુર છાવણીમા ફેરવાયું છે.

રાજકોટ|અનામતના મુદ્દે 5 ઓગસ્ટે મહારેલી

અનામતનામુદ્દે રાજકોટમાં આગામી 5મી ઓગસ્ટે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અંગે પત્રકાર પરિષદમાં વધુમાં વિગતો આપતા સરદાર પટેલ સેવાદળના આગેવાન અશ્વિન સોરઠિયા અને જીગર પટેલે જણાવ્યું હતું કે, પટેલ અનામતનું આંદોલન સૌ પ્રથમ રાજકોટથી શરૂ થયું છે. 5મી ઓગસ્ટે રાજકોટમાં મહારેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.

પાટીદાર અનામત આંદોલનની આગ સૌરાષ્ટ્રમાં પ્રસરી રહી છે. જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા રેલી યોજી પાટીદાર સમાજને ટેકો જાહેર કરાયો હતો.

અનામત આંદોલનને સૌરાષ્ટ્રમાં પણ ઠેર ઠેરથી સમર્થન મળી રહ્યું છે

પાટીદાર અનામત | માર્ગ મકાન મંત્રીની સાફ વાત : આંદોલન યોગ્ય નથી

અન્ય સમાચારો પણ છે...