• Gujarati News
  • મેમનગરમાં ટાંકી રિપેર કરવા પાછળ 1 લાખ ખર્ચાશે

મેમનગરમાં ટાંકી રિપેર કરવા પાછળ 1 લાખ ખર્ચાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાનવા પશ્ચિમ ઝોનમાં આવેલા મેમનગર વિસ્તારમાં વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં આવેલ ઓવરહેડ ટાંકીમાંથી થતું લીકેજ બંધ કરવા માટે રૂ.1 લાખ , 19 હજારનો ખર્ચ કરવામાં આવશે. ઓવરહેડ ટાંકીમાં લીકેજ થવાને કારણે પાણીનો સંગ્રહ કરવામાં મુશ્કેલી પડતી હતી અને પાણી સ્ટોરેજ થવાથી પ્રેશરથી પાણીનો સપ્લાય આપી શકાતો નહોતો. સમસ્યા તાકીદે નિવારી શકાય તે હેતુસર જે. આર. કન્સ્ટ્રક્શનના સિંગલ ટેન્ડરને મંજૂર કરાયા પછી કામગીરી સુપરત કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરને પાણી પુરવઠો પુરો પાડવા માટે સમયાંતરે ઓવરહેડ ટાંકી રિપેર થતી રહે તે જરૂરી છે. લીકેજ હોય તો પાણીનો ઘણો બધો પુરવઠો વેડફાઈ જતો હોય છે.