• Gujarati News
  • National
  • રેલવે | જોધપુરમાં ભારે વરસાદ, ટ્રેન વ્યવહાર પર માઠી અસર

રેલવે | જોધપુરમાં ભારે વરસાદ, ટ્રેન વ્યવહાર પર માઠી અસર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલવે | જોધપુરમાં ભારે વરસાદ, ટ્રેન વ્યવહાર પર માઠી અસર

અમદાવાદ |રાજસ્થાનના જોધપુર ડિવિઝનમાં પડેલા ભારે વરસાદના પગલે ભીલડી સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યું હતું. જેના પગલે રૂટ પર દોડતી ટ્રેનોને અન્ય રૂટ પર ડાયવર્ટ કરવાની રેલવે તંત્રને ફરજ પડી હતી. જેમાં જોધપુરથી ગાંધીધામ જતી એક્સપ્રેસ ટ્રેનનો પણ રૂટ બદલી તેને વાયા મારવાડ - પાલનપુર થઈ દોડાવાઈ હતી. જ્યારે સોમવારે ટ્રેન રાણીવારા સુધી દોડાવાઈ છે એટલે કે રાણીવારા અને ગાંધીધામ વચ્ચે ટ્રેન રદ કરાઈ છે. જ્યારે અમદાવાદ-સોમનાથ ઈન્ટરસિટીનો પાવર બંધ થતાં મુસાફરો રઝળી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...