ન્યૂઝ ઈન બોક્સ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ઈન બોક્સ

ગીફ્ટ કૂપન માટે જુઓ...પાનાં નં.2

સેન્સેક્સમાં ચીન-પીનોટ્સના ભયથી 551 પોઇન્ટનો કડાકો અમદાવાદ| ચીનનાશેરબજારમાં કડાકા અને પીનોટ્સના ભયથી બીએસઇ સેન્સેક્સ 550.93 પોઇન્ટ તૂટી 27561.38 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. (અહેવાલબિઝનેસ પાને)

જંગની મંજૂરી, સ્વાતિ દિલ્હી મહિલાપંચનાં અધ્યક્ષ બન્યાં નવીદિલ્હી | સ્વાતિમાલિવાલને દિલ્હી મહિલાપંચનાં અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યાં છે. દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે.

બાલટાલથી શ્રદ્ધાળુઓનો નવો જથ્થો રવાના થયો શ્રીનગર| પવિત્રઅમરનાથ ગુફામાં બરફના શિવલિંગનાં દર્શન માટે બાલટાલ તેમજ નુનવાન-પહેલગાંવ આધાર શિબિરથી સોમવારે શ્રદ્ધાળુનો નવો જથ્થો રવાના થઈ ગયો છે.

21 રેલવે સ્ટેશનો પર કુલીનું ઓનલાઇન બુકિંગ નવીદિલ્હી | આઈઆરસીટીસીએ21 રેલવે સ્ટેશનો ઉપર ઓનલાઇન કેબ અને કુલીનું બુકિંગ શરૂ કર્યું છે. ઉપરાંત દક્ષિણ મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેના 5 રેલવે સ્ટેશન ઉપર માત્ર કેબનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

હવે ઘરના નોકરોને પણ નિમણૂકપત્ર આપવો પડશે નવીદિલ્હી | હવેઘરના નોકરો કે ડ્રાઈવર રાખવા માટે પણ તેમને નિમણૂકપત્ર આપવો પડશે. તેમાં ઘરના નોકર કે અન્ય કર્મચારી તરીકે કામ કરતાં કર્મચારીઓને નિમણૂકપત્ર આપવાનું ફરજિયાત રહેશે.

શર્મા ટ્રાઇના નવા ચેરમેન નવીદિલ્હી | રામસેવકશર્માને ટ્રાઇના નવા ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્રણ વર્ષ માટે તેમની નિયુક્તિ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...