તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્ટેજ પર ‘જળ કમળ છાંડી જાને બાળા...’માં વીરરસની અનુભૂતિ

સ્ટેજ પર ‘જળ કમળ છાંડી જાને બાળા...’માં વીરરસની અનુભૂતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં ક્લાસિકલ નૃત્ય શીખવવાને લઈને માત્ર પેરેન્ટ્સમાં અવેરનેસ છે તેવું નથી તેમના સંતાનો પણ ગંભીરતાથી વારસાને સ્ટેજ પર રજૂ કરી રહ્યાં છે. ભરતનાટ્યમ નૃત્ય શિખવાની જર્નીમાં ત્રણેય છોકરીઓએ પોતાની નૃત્ય સર્જનાત્મકતા દર્શાવી હતી. સામાન્ય રીતે બીબાઢાળ સબ્જેક્ટને બદલે સાન્યા અને સામ્યાએ કૃષ્ણની કાળિયા નાગને નાથવાની જે સ્ટોરી છે તે ભરતનાટ્યમમાં પ્રસ્તુત કરી હતી. જેમાં તેમણે કૃષ્ણની બાળસહજ લીલાઓ પણ વર્ણવી હતી તો બીજી તરફ રનેએ નવકારમંત્ર પરના નૃત્યમાં પરફેક્ટ બોડી લેંગ્વેજ અને સ્ટેપ્સમાં નિપૂણતા દર્શાવી હતી. રૂચા ભટ્ટ,ભરતનાટ્યમમાં ત્રણેયછોકરીઓના ગુરુ

સિટી રિપોર્ટર | અમદાવાદ

શહેરનાસીઈઈ ખાતેના ઓડિટોરીયમમાં હમણાં ભરતનાટ્યમ સાધનાના ભાગરૂપે યોજાયેલા આરંગેત્રમમાં ત્રણ છોકરીઓએ નોખા વિષય વસ્તુને સ્ટેજ પર રજુ કર્યા. કલાલયમના ઉપક્રમે આયોજિત પરફોર્મન્સમાં સૌપ્રથમ સાન્યા અને સામ્યા ગાંધીએ ‘જળ કમળ છાડી જાને બાળા...’ રચનાને હાવભાવ અને મુદ્રાઓ સાથે રજૂ કરતાં દર્શકોની દાદ મેળવી હતી. તો બીજા દિવસે એટલે કે રવિવારે રાને શાહે ‘નાદ તનૂમનિશમ’માં તાંડવ સ્તોત્રનો અભિનય આપ્યો હતો. તેણે નવકારમંત્રને પણ અલગથી નૃત્યમાં વણી લીધો હતો. રીતે ઈન્ડિયન ક્લાસિકલ નૃત્ય શૈલીઓમાં ભરતનાટ્યમ શૈલીને લઈને ત્રણેય છોકરીઓએ પોતાની નૃત્ય ક્ષમતાનો પરિચય આપ્યો હતો.

Dance Event

અન્ય સમાચારો પણ છે...