તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શેરી નાટકના માધ્યમ દ્વારા ચૂંટણીમાં મતદાન કરવાની અપીલ કરાશે

શેરી નાટકના માધ્યમ દ્વારા ચૂંટણીમાં મતદાન કરવાની અપીલ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
} નેશનલ પીસ ગ્રૂપ અવેરનેસ કેમ્પેઇનની શરૂઅાત કરવામાં આવી છે.

સિટી રિપોર્ટર | અમદાવાદ

ગુજરાતસરકાર દ્વારા રજૂ કરાતા મસમોટા આંકડાઓ વાળું બજેટ સામાન્ય લોકોને કેટલું સમજાય છે. બજેટમાં કેટલી રકમ છેવાડાના ગરીબ પરિવારો માટે ફાળવામાં આવી છે? જેવા વિવિધ પ્રશ્નો સાથે ગુજરાતના બજેટ વિશે વાત કરતું નાટક નેશનલ પીસ ગ્રૂપ દ્વારા ડિરેક્ટર કરાયું છે. લોકોને બજેટ અંગે અવેર કરવા માટે ગઈકાલે ખૈલ પૈસો કા’ નાટક ભજવામાં આવ્યું હતું. નેશનલ પીસ ગ્રૂપ આજથી ત્રણ દિવસ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં શેરી નાટકો દ્વારા લોકોને ગુજરાતની બજેટ પ્રક્રિયા અને ગુજરાત ચૂટણીમાં મતદાન કરવાની અપીલ શેરી નાટકના માધ્યમ દ્વારા કરશે. અંગે નેશનલ પીસ ગ્રૂપના વોલિએન્ટર મુસ્તાકે કહ્યું કે,‘ અમે નાટકના માધ્યમ દ્વારા લોકોને રાજકિય યોજનાઓ અને રાજ્યશાસનની આંટીધૂંટીઓ સમજવીએ છીએ. બજેટ રજૂ કરતી વખતે આંકડાઓ કરોડામાં હોવાથી લોકો પ્રથમ દૃષ્ટીએ અંજાઈ જાય છે, પરંતુ કુલ બજેટમાંથી કરોડોનો આંકડો કેટલા ટકા છે તે લોકોને સમજાતું નથી .જે અંગે અમે શેરી નાટકો દ્વારા લોકોને અવેર કરી રહ્યા છીએ.’

Awareness Talk

અન્ય સમાચારો પણ છે...