તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જીરુંમાં સટ્ટાકીય સુવાસ ફેલાઇ વાયદો 21500ના રેકોર્ડ સ્તરે

જીરુંમાં સટ્ટાકીય સુવાસ ફેલાઇ વાયદો 21500ના રેકોર્ડ સ્તરે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મસાલાપાકોમાં જીરૂમાં સટ્ટાકિય તેજીનો માહોલ જામ્યો છે. વાવેતર મોટા પાયે થઇ રહ્યું છે તદ્ઉપરાંત હાજરમાં વેપાર ઠંડા રહેવા છતાં વાયદામાં તોફાની તેજી સાથે રેકોર્ડ 21750ના સ્તરે આંબી ગયો છે. તપાસની માગ પણ ઉઠી છે.

જીરૂ વાયદામાં સટ્ટાકીય તેજીનું તાંડવ જોવા મળ્યું છે. છેલ્લા એક પખવાડીયાથી વન-વે તેજી જોવા મળી છે. નિકાસ વેપારો ઠંડા, નવા વાવેતરમાં મોટી વૃદ્ધિ, હાજરમાં ઘરાકીનો અભાવ છતાં વાયદો ઉંચકાઇને 22 હજાર તરફ આગળ વધી રહ્યો છે. આજે એક ટકાથી વધુ ઉંચકાઇને 21750 બોલાઇ ગયો હતો. ટ્રેડરો દ્વારા સટ્ટાકીય તેજીને બ્રેક મારવા માટે તપાસની માગ કરવામાં આવી છે. અન્ય મસાલા પાકોમાં પણ જીરૂની પાછળ સુધારો રહ્યો છે. ધાણામાં પણ આજે ત્રણ ટકાની તેજીની સર્કિટ સાથે વાયદો 5278 ક્વોટ થતો હતો.

ક્રૂડમાં ફરી મજબૂત સ્થિતી અને અમેરિકામાં ગમની નિકાસમાં વધારો થશે તેવા અહેવાલે ગમ વાયદો વધી 8838ની સપાટી અને ગવાર 3894 ક્વોટ થવા લાગ્યો છે. જોકે, ગવાર-ગમ વાયદામાં મોટી તેજીની શક્યતા એનાલિસ્ટો નકારી રહ્યાં છે. મહિનાના અંતમાં ઓપેક દેશોની ઉત્પાદન કાપ મુદ્દે મળનારી બેઠકમાં નિર્ણય કેવો લેવામાં આવે છે તેના પર ક્રૂડની તેજી-મંદીનો મુખ્ય આધાર રહેલો છે.

કપાસ હાજર તેમજ વાયદામાં બે તરફી મુવમેન્ટ જોવા મળી છે. જીનર્સો દ્વારા હડતાળ સમેટાઇ જતા કપાસમાં માગ ખુલી છે જેના કારણે ક્વોલિટી માલોમાં હાજરમાં ભાવ રૂા.875 થી 975 સુધી બોલાઇ રહ્યાં છે. જ્યારે વાયદો નજીવી રેન્જમાં અથડાઇ રૂા.925 ક્વોટ થઇ રહ્યો છે. રૂ બજારમાં પણ ભાવ સપાટી મક્કમ રહી છે.

ચણાના વાવેતરમાં વૃદ્ધિથી વાયદામાં ઘટાડાનો ટ્રેન્ડ

ચણાના વાવેતરમાં ઝડપી વધારો થઇ રહ્યો છે. જુના માલોનો સ્ટોક અને માગ ઘટી હોવાથી ભાવ ઘટી રહ્યાં છે. ઉપરાંત આગામી સમયગાળામાં ચણાની આયાત કેવી રહે છે તેના પર મુખ્ય આધાર રહેલો છે. આજે ચણા વાયદો બે ટકા સુધી ઘટીને 5000ની સપાટી અંદર 4900 બોલાઇ ગયો હતો. કઠોળની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠી ગયો હોવા છતાં નિકાસની શક્યતા નથી.

અન્ય સમાચારો પણ છે...