તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શિયાળામાં પાણીજન્ય રોગચાળો વકર્યો, કમળાના 195, ટાઈફોઈડના 258 કેસ

શિયાળામાં પાણીજન્ય રોગચાળો વકર્યો, કમળાના 195, ટાઈફોઈડના 258 કેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં ઘેરઘેર વાઈરલ ફિવર અને શરદી-ઉધરસના કેસ

સામાન્ય રીતે ઉનાળામાં પાણીજન્ય રોગચાળો વકરતો હોય છે. પરંતુ હાલ શિયાળાની મોસમ હોવા છતાં પાણીજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે. પાણીમાં પોલ્યુશનના કારણે પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. ચાલુ વર્ષે તા. 25 નવેમ્બર સુધીમાં કમળાના 195 દર્દી, ટાઈફોઈડના 258 અને ઝાડા-ઊલટીના 380 કેસ નોંધાયા છે. ગત વર્ષે નવેમ્બરમાં કમળાના 154 દર્દી, ટાઈફોઈડના 245 અને ઝાડા-ઊલટીના 452 કેસ નોંધાયા હતા. જો કે, કોલેરાનો એક કેસ નોંધાયો છે. શહેરમાં વાઈરલ ફીવરના કેસો પણ વધી રહ્યા છે. શહેરના તમામ વિસ્તારોમાં ઘેર ઘેર વાઈરલ ફીવર, શરદી, ઉધરસના દર્દીઓ જોવા મળે છે.

શહેરમાં મેલેરિયા, ફાલ્સીપારમ, ડેન્ગ્યુ સહિત મચ્છરજન્ય રોગચાળાના કેસો જોવા મળે છે. ચાલુ વર્ષે તા. 25 નવેમ્બર સુધીમાં સાદા મેલેરિયાના 418, ફાલ્સીપારમના 138, ચિકન ગુનિયાના 21, અને ડેન્ગ્યુના 121 કેસ નોંધાયા છે. જ્યારે ગત વર્ષે નવેમ્બરમાં મેલેરિયાના 586, ફાલ્સીપારમના 476, ચિકન ગુનિયાના 168 અને ડેન્ગ્યુના 395 કેસ નોંધાયા છે.

ડેન્ગ્યુ, ચિકનગુનિયા ઘટ્યો હોવાનો દાવો

મ્યુનિ હેલ્થ ઓફિસર ડૉ. ભાવિન સોલંકીએ ગત વર્ષની તુલનામાં વર્ષે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ ઘટ્યા હોવાનો દાવો વ્યક્ત કર્યો હતો. જોકે ડેન્ગ્યુના 25 દિવસમાં 200થી વધુ કેસ નોંધાયા હતા. સ્વાઈન ફ્લૂ પણ આગામી દિવસોમાં વકરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...