• Gujarati News
  • રાજ્ય ખાદ્યતેલ વેપારી મહામંડળના હોદ્દેદારો નિમાયા

રાજ્ય ખાદ્યતેલ વેપારી મહામંડળના હોદ્દેદારો નિમાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ગુજરાત રાજ્ય ખાદ્યતેલ વેપારી એસોસિયેશન અમદાવાદના હોદ્દેદારોની તાજેતરમાં વરણી કરવામાં આવી છે. તેમાં અમદાવાદના પ્રમુખ તરીકે નડિયાદના બિપીનચંદ્ર મોહનલાલ શાહની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેઓ ગુજરાત ચેમ્બર, કોન્ફેડરેશન ઓફ ઓલ ઇંડિયા ટ્રેડર્સ, દિલ્હી ગુજરાત અનાજ વેપારી સંઘ અમદાવાદ સહિત ઘણા એસોસિયેશનમાં સંકળાયેલા છે.