• Gujarati News
  • National
  • બોટાદ: આખલાના હુમલાથી ઘાયલ યુવકનું મોત

બોટાદ: આખલાના હુમલાથી ઘાયલ યુવકનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદમાંછેલ્લા કેટલાય સમયથી આખલાનો ભયંકર ત્રાસ વધી રહ્યો છે. છેલ્લા થોડાક દિવસથી અનેક નગરજનોને આખલાઓએ હડફેટે લીધા છે તેમાંથી બે દિવસ પુર્વે શાકમાર્કેટ વિસ્તારમાં એક આખલાએ કોટનના વેપારી એવા મનોજભાઇ હર્ષદભાઇ બગડીયાને હટફેટે લેતા તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને પ્રથમ બોટાદ અને ત્યારબાદ તાત્કાલિક વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા હતાં. મનોજભાઇને ગંભીર ઇજાઓને કારણે શુક્રવારે સવારે તેમનું મોત નિપજ્યુ હતું.

અંગે નગરપાલિકા પ્રમુખ અનિલભાઇ શેઠે જણાવ્યું હતું કે, રખડતા ઢોરને ઉપાડવાની જવાબદારી અમારી છે પરંતુ તેમનેે પકડ્યા પછી મુકવા માટેની જગ્યા અમારી પાસે નથી.

અન્ય સમાચારો પણ છે...