• Gujarati News
  • IRCTCની ઇ ટિકિટ વેબસાઈટ પર ટ્રાફિક વધતા વધુ એક સર્વર લગાવાશે

IRCTCની ઇ-ટિકિટ વેબસાઈટ પર ટ્રાફિક વધતા વધુ એક સર્વર લગાવાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ઇ-ટિકિટની બુકિંગ કરતી આઈઆરસીટીસીની વેબસાઈટ પર છેલ્લા કેટલાય સમયથી વ્યવસ્થિત કામ કરતી નથી અને સવારના સમયે ખાસ કરીને સવારે 10થી 11 કલાક દરમિયાન વારંવાર હેંગ થઈ જાય છે. જેના વિશે વારંવાર પેસેન્જરો તરફથી સાઈટ સુધી પહોંચવામાં થતી અસુવિધા, નાણાકીય વ્યવહારો વારંવાર ખોટકાઈ જવા, જાતે સાઈટ પરથી ઓગ આઉટ થઈ જવા જેવી ફરિયાદો મળતી રહી છે. જેના પગલે પેસેન્જરોને થતી સમસ્યાના ઉકેલ માટે આઈઆરસીટીસી દ્વારા એક વધારાનો સર્વર લગાવવામાં આવી રહ્યો છે. હાલ દરરોજ 5 લાખથી વધુ ઇ-ટિકિટની બુકિંગ થઈ રહી છે. થોડા સમય પહેલા તો એક દિવસમાં 13 લાખ જેટલી ઇ-ટિકિટ બુક થઈ હતી.

આઈઆરસીટીસીની વેબસાઈટ પર પેસેન્જરોની સતત વધી રહેલી ડિમાન્ડના કારણે સવારના સમયે ‌વેબસાઈટ પર એક સાથે લોકોનો ધસારો થઈ જાય છે. સામાન્યરીતે એક દિવસમાં આઈઆરસીટીસીની વેબસાઈટ પર રોજના 1 કરોડ જેટલા હિટ્સ મળતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સાઈટ પર જનારા લોકોની સંખ્યામાં ડબલ કરતા પણ વધુનો વધારો થયો છે અને સંખ્યા 2.23 કરોડ જેટલી પહોંચી ગઈ છે. તેમાં લોકોની ડિમાન્ડની સાથે છેલ્લા એક સપ્તાહ સુધી ચાલેલો ગુર્જર આંદોલનને કારણે અનેક ટ્રેનો રદ થતા ટિકિટ કેન્સલ કરાવવા તેમજ પ્રવાસ માટે અન્ય વિકલ્પની શોધ પણ જવાબદાર છે.

િસટી ડાયરી