રોબીનહૂડ આર્મીના યંગસ્ટર્સ ક્લોથનું ડિસ્ટ્રિબ્યુશન કરશે
રોબીનહૂડ આર્મીના યંગસ્ટર્સ ક્લોથનું ડિસ્ટ્રિબ્યુશન કરશે
અમદાવાદ | શહેરનીવિવિધ સ્કૂલ-કોલેજ અને કોર્પોરેટ હાઉસમાં કામ કરતા લોકો દ્વારા શહેરમાં સોશિયલ એક્ટિવિટી માટે રોબીન હૂડ આર્મી ગ્રૂપ ચલાવવામાં આવે છે. યંગસ્ટર્સના ગ્રૂપ દ્વારા 14 ડિસેમ્બરે ફૂટપાથ પર અને સ્લમ એરિયામાં રહેતા લોકોને વિન્ટર ક્લોથનું ડિસ્ટ્રિબ્યુશન કરાશે. રોબીન હૂડ આર્મી સાથે જોડાયેલા યંગસ્ટર્સ ગ્રૂપમાં ડિવાઈડ થઈને શહેરના વિવિધ રોડ અને સ્લમ એરિયામાં સોશિયલ એક્ટિવિટી કરશે. રોબીનહૂડ આર્મી ગ્રૂપ હાલ શહેરમાં વેસ્ટ ફૂડ ક્લેકશન ડ્રાઇવ કરીને વધારે ફૂડને સ્લમ વિસ્તાર અને ફૂટપાથ પર રહેતા લોકોને ડિસ્ટ્રિબ્યૂટ કરવાનું કામ કરે છે.
City Event