તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સ્ટુડન્ટે પ્રોફેસરને ઓસ્ટ્રેલિયામાં કરાવી 7 લાખની બાઈક પર રાઈડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટુડન્ટે પ્રોફેસરને ઓસ્ટ્રેલિયામાં કરાવી 7 લાખની બાઈક પર રાઈડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓસ્ટ્રેલિયામાં આવેલા વિક્ટોરિયા સ્ટેટમાં પ્રો. ભાવિને ત્રણ દિવસમાં 680 કિ.મીની બાઈક રાઈડ કરી હતી. વિક્ટોરિયા સ્ટેટમાં અંગ્રેજી લખાણવાળુ ભારતીય ડ્રાઈવિંગ લાયસન્સ મહિના સુધી વેલીડ ગણાય છે. જેના કારણે પ્રો. ભાવિનને ઈન્ડિયન ડ્રાઈવિંગ લાયસેન્સ પર ઓસ્ટ્રેલિયામાં રાઈડિંગ કરવાની પરવાનગી મળી ગઈ હતી.

રાઈડિંગમાં થયેલા સારા અને ખરાબ અનુભવો વિશે વાત કરતા પ્રો. ભાવિને કહ્યું કે, ‘ઓસ્ટ્રેલિયા સિડન ક્રોસ કર્યા બાદ હું રસ્તો ભૂલી ગયો હતો અને હું એક ખેતરમાં પહોંચી ગયો હતો. પરંતુ ત્યાના સ્થાનિય લોકોને જ્યારે ખબર પડી કે હું ઈન્ડિયન છુ અને બાઈક રાઈડિંગ માટે ઓસ્ટ્રેલિયા આવ્યો છું ત્યારે તેઓએ જમાડ્યો અને સાચો રસ્તો બતાવીને વિદાય આપી હતી.’

} મેલબોન } હેટરવેલી } સિડન } વિક્ટોરિયા સ્ટેટ } ઓસન રોડ

ઓસ્ટ્રેલિયા બાઈક રાઈડિંગના અનુભવો શેર કરતાં પ્રો. ભાવિને કહ્યું કે, ‘મે ઓસ્ટ્રેલિયાના મેલબન ખાતેથી બાઈક રાઈડ શરૂ કરી હતી. સ્પીડ લિમિટ, ટ્રાફિક રુલ્સ જેવી બાબતોના કારણે ફર્સ્ટ ડેમાં થોડી મુંઝવણ અનુભવતો હતો પણ ત્યાર બાદ અન્ય બાઈક રાઈડર્સ મારી સાથે સિડનથી જોડાઈ જતાં એડવેન્ચર, થ્રિલર અને બ્યૂટીફૂલ એન્વાયમેન્ટના અનુભવોએ મારી બાઈક રાઈડિંગ ટ્રીપને આનંદમય બનાવી દીધી હતી. ઓસન રોડ ઓસ્ટ્રેલિયામાં દરિયા અને પહાડો વચ્ચેથી પ્રસાર થાય છે આથી રૂટ પર બાઈક રાઈડિંગનો અનુભવ મારી લાઈફનો સૌથી બેસ્ટ એક્સપ્રિરિયન્સ રહ્યો.’

એક અમદાવાદી પ્રોફેસરને ગુરૂદક્ષિણા રૂપે અનોખી ભેટ મળ‌ી છે. બી.જે મેડિકલ કોલેજમાં સ્ટડી દરમિયાન વિદ્યાર્થી સન્ની ભરવાડે અનુભવ્યું કે પ્રોફેસર ભાવિન કોડિયાતરાને બાઈક રાઈડિંગનો બહુ શોખ છે. બી.જેમાં સ્ટડી પૂર્ણ કર્યા પછી ઓસ્ટ્રેલિયામાં હાયર સ્ટડી માટે ગયેલા સન્નીએ પ્રોફેસરના બાઈક રાઈડિંગના શોખને પુરૂ કરવા માટે 7 લાખનું બાઈક ખરીદીને ઓસ્ટ્રેલિયામાં બાઈક રાઈડિંગ માટે ફેમસ એવા ‘ધ ઓસન રોડ’ની 680 કિ.મીની રાઈડ કરાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો