દેશ-વિદેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામમંદિરની જેમ મહારાષ્ટ્રના ખેડૂતોની કરજમુક્તિ બાબુશાહીમાં અટવાઈ : ઉદ્ધવ

મુંબઈ| અકોલાનુંખેડૂત આંદોલન અને આગામી શિયાળુ સત્રની પાર્શ્વભૂમિ પર ઉદ્ધવ ઠાકરેએ ફરીથી ભાજપ પર નિશાન સાધ્યું હતું. અયોધ્યના રામમંદિરની જેમ મહારાષ્ટ્રના ખેડૂતોની કરજમુક્તિ પણ બાબુશાહીમાં અને ઘોષણાબાજીમાં અટવાઈ ગઈ છે. તેથી સરકારે દેખાડેલ ગાજરથી નિરાશ થઈને ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. યશવંત સિંહા ઝારખંડમાંથી વિદર્ભમાં આવ્યા અને તેમણે આંદોલન કર્યું. તેઓ કયારેય લોકનેતા નહોતા. છતાં ખેડૂતો મોટી સંખ્યામાં તેમની પાછળ ઊભા રહ્યા. ભાજપ અને સરકાર માટે જોખમની ઘંટડી છે એવો ઈશારો તેમણે ભાજપને આપ્યો હતો.

અમદાવાદ, શુક્રવાર, 8 ડિસેમ્બર, 2017

| 15

અન્ય સમાચારો પણ છે...