તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નેગેટિવ ફેકટર્સ સાઇડલાઇન કરી સેન્સેક્સ 352 વધ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેગેટિવ ફેકટર્સ સાઇડલાઇન કરી સેન્સેક્સ 352 વધ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમામ સેક્ટોરલ્સમાં બાઉન્સબેકની સ્થિતિ, નિફ્ટીએ 10100 પોઇન્ટની સાયકોલોજિકલ પાછી હાંસલ કરી

તે પૈકી ટેલિકોમ 4.81 ટકા, કેપિટલ ગુડ્સ 2.10 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 2.49 ટકા, પાવર 2.13 ટકા, ઓટો 1.99 ટકા, બેન્કેક્સ 0.99 ટકા અને મેટલ્સ 1.83 ટકા સુધર્યા હતા. ટૂંકમાં આજે તમામ સેક્ટોરલ્સમાં આકર્ષક સુધારો રહ્યો હતો. જ્યારે સ્મોલકેપ 1.29 ટકા અને મિડકેપ ઇન્ડેક્સ 1.38 ટકા સુધરીને રહ્યા હતા.

સેન્સેક્સપેકની સ્થિતિ: સેન્સેક્સપેકની 31 પૈકી 26 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો. તે પૈકી ભારતી એરટેલ સૌથી વધુ 6.08 ટકાના ઉછાળા સાથે રૂ. 513.35 બંધ રહ્યો હતો. એશિયન પેઇન્ટ્સ 3.29 ટકા, મારૂતિ 3.26 ટકા, તાતા સ્ટીલ 2.97 ટકા, બજાજ ઓટો 2.78 ટકા, એનટીપીસી 2.57 ટકા, લાર્સન 2.45 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 2.20 ટકા અને સ્ટેટ બેન્ક 1.39 ટકા સુધર્યા હતા. જોકે પાંચ સ્ક્રીપ્સમાં નોમિનલ ઘટાડો નોંધાયો હતો.

માર્કેટબ્રેડ્થનેગેટિવ રહી: બીએસઇખાતે કુલ ટ્રેડેડ 2830 પૈકી 1873 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 806 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટમાં નાટ્યાત્મક સુધારો જોવા મળ્યો હતો.

ટેલિકોમમાંતેજીનો ટંકાર: ટેલિકોમઇન્ડેક્સ 4.18 ટકાના ઉછાળા સાથે રહ્યો હતો. ઇન્ડેક્સ બેઝ્ડ એચએફસીએલ 9.78 ટકા ઊછળી રૂ. 30.30 અને ભારતી એરટેલ 6.08 ટકા ઊછળી રૂ. 513.35ની સપાટીએ રહ્યો હતો. જ્યારે આઇડિયા 4.72 ટકા, વિંધ્ય ટેલિ 4.17 ટકા, આરકોમ 3.53 ટકા અને તાતા કોમ 2.75 ટકા સુધર્યા હતા.

ઓટોશેર્સ ટોપ ગિયરમાં: ઓટોઇન્ડેક્સ 488.19 પોઇન્ટના ઉછાળા સાથે 25079.19 પોઇન્ટની સપાટીએ રહ્યો હતો. ઇન્ડેક્સ બેઝ્ડ મારૂતિ સૌથી વધુ 3.26 ટકા ઉછળ્યો હતો. બજાજ ઓટો 2.78 ટકા, બોશ લિ. 2.45 ટકા, મધરસન સુમી 2.33 ટકા અશોક લેલેન્ડ 2.27 ટકા ટીવીએસ મોટર્સ 1.98 ટકા સુધર્યા હતા.

પાવરશેર્સમાં તેજીનો કરન્ટ: પાવરઇન્ડેક્સ 2.13 ટકા સુધરવા સાથે અદાણી પાવર 6.12 ટકા, તાતા પાવર 3.77 ટકા, જેએસડબલ્યૂ એનર્જી 3.62 ટકા, રિલાયન્સ ઇન્ફ્રા. 3.22 ટકા, થર્મેક્સ 3.77 ટકા, સિમેન્સ 2.72 ટકા સુધર્યા હતા. આજે તમામ પાવર શેર્સ ગ્રીન ઝોનમાં રહ્યા હતા.

63મૂન્સમાંમંદીની સર્કિટ: હાઇકોર્ટેકંપનીની અરજી ફગાવી દીઘાના સમાચારોના પગલે શેર સતત કડાકા અનુભવી રહ્યો છે. આજે પણ 19.90 ટકાની મંદીની સર્કિટ સાથે રૂ. 94.80ની સપાટીએ બંધ રહ્યો હતો.

ક્રૂડની કિંમત ઘટી 61 ડોલર નજીક પહોંચતા ઓઇલ શેર્સ ઉછળ્યા

કન્ઝ્યુમર શેર્સ ઝળક્યા

કંપની બંધ સુધારો

ટાઇટન800.403.28

પીસીજ્વેલર્સ 406.401.49

રાજેશએક્સ્પોર્ટ 799.854.50

બજાજઇલે. 493.054.18

સ્મોલ.માં સ્ટોક સ્પેસિફિક

કંપની બંધ સુધારો

સોરીલઇન્ફ્રા. 347.0019.99

ચમનલાલશે. 143.1519.99

જીપીઆઇએલ189.7516.26

એક્સિસકેડ 163.8016.13

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો