• Gujarati News
  • National
  • ઓખી ફંટાયુ પણ (કોંગ્રેસ પર) મોદી ત્રાટક્યા ‘શબ્દના સોદાગરે’ સર્જ્યુ રાજકીય તોફાન

ઓખી ફંટાયુ પણ (કોંગ્રેસ પર) મોદી ત્રાટક્યા ‘શબ્દના સોદાગરે’ સર્જ્યુ રાજકીય તોફાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદીએ બીજી વાર ‘નીચ’ શબ્દને ઉઠાવી લીધો

વડાપ્રધાન મોદીજી માટે અપશબ્દોનો પ્રયોગ કોંગ્રેસ અને તેનાઓની હતાશા દર્શાવે છે. ગુજરાતમાં ભાજપ પ્રત્યે લોકોનો પ્રેમ અને સમર્થન જોઈને તેઓ નિરાશ થઈ ગયા છે અને એલફેલ બોલી રહ્યા છે. - મનોહરલાલ ખટ્ટર

જો કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને ‘મોતના સોદાગર’ કહી શકતા હોય તો મણીશંકર ઐયરે વડાપ્રધાનનું જે અપમાન કર્યુ છે, તેમાં કોઈ નવાઈની વાત નથી. - રઘુબર દાસ

દલિત, પીડિત, શોષિત, વંચિત અને ગરીબ વર્ગ પ્રત્યે કોંગ્રેસને શરૂઆતથી ધૃણા રહી છે. આજે જ્યારે વર્ગ વિકાસ કરી રહ્યો છે, આગળ વધી રહ્યો છે ત્યારે કોંગ્રેસની ધૃણા ધુંધવાટ બનીને અસભ્ય ભાષાના રૂપમાં સામે આ‌વી રહી છે.- અમિત શાહ

કોંગ્રેસે પ્રધાનસેવકને અપશબ્દ કહીને દેશના લોકતંત્રની આત્મા પર પ્રહાર કર્યો છે. દલિતોના મસિહા ડો.આંબેડકરની પ્રશંસા કરવા પર વડાપ્રધાનનું અપમાન કરવું સમગ્ર સમાજનું અપમાન છે. - જગત પ્રકાશ નડ્ડા

કોંગ્રેસ ગુજરાતમાં હાર ભાળી ગઈ છે, કારણ છે કે તેમના વરિષ્ઠ નેતા આપણા લોકપ્રિય વડાપ્રધાન કે જેમને દુનિયાભરમાંથી માન-સન્માન તેમજ પ્રેમ મળી રહ્યો છે તેમના માટે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે. દેશનું દુર્ભાગ્ય છે કે આવા નેતાઓ હજૂ પણ કોંગ્રેસમાં છે.- શિવરાજસિંહ ચૌહાણ

મણીશંકર ઐયરની કોમેન્ટ એમની માનસિકતા દર્શાવે છે કે માત્ર ઉચ્ચ વર્ણના પરિવારના લોકો સત્તાધીશ બની શકે છે બાકીના બધા ‘નીચ’ છે. કોંગ્રેસે વડાપ્રધાનને ‘નીચ’ કહીને દેશના નબળા અને પછાત વર્ગને પડકાર ફેંક્યો છે. - અરૂણ જેટલી

લોકસભા ચૂંટણી પહેલા ઐયરેે કહેલુ કે, ‘મોદી ક્યારેય વડાપ્રધાન નહીં બને, નહીં બને અને નહીં બને. તેઓ અહીં આવીને ચા વેંચવા ઈચ્છે તો અમે તેમને જગ્યા આપી શકીએ છીએ.’ પછી ભાજપના ઈલેક્શન કેમ્પેઈનની દિશા બદલાઈ ગઈ હતી. મોદીએ ‘ચાય પે ચર્ચા’ કેમ્પેઈન શરૂ કરીને પોતાની રેલીઓમાં મુદ્દો ખુબ ગજાવ્યો હતો.

2014માં ઐયરે ‘ચાયવાલા’ વિવાદ શરૂ કરેલો

ભાજપ મગરના આંસુ વહાવે છે : સુરજેવાલા

કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ‘ભાજપવાળાઓ તો મગરના આસું વહાવશે. આંબેડકરજી એક દલિત હતા અને અનામતના પક્ષકાર હતા. પરંતુ આરએસએસના નેતા મનમોહન વૈદ્યે કહ્યુ હતું કે, અનામતનો ફાયદો સમાજના દરેક વર્ગને મળતો હોવાથી તેને સમાપ્ત કરી દેવામા આવે. સંઘના પ્રમુખે પણ અનામતનો વિરોધ કર્યો હતો પણ મોદીજી કશું બોલ્યા નહોતા.’

યુનિયન લો મિનિસ્ટર રવિશંકર પ્રસાદે કહ્યું કે, ‘દુનિયામાં દેશનું માન વધારનારા નેતાને કોંગ્રેસે નીચ કહ્યા. હુ્ં તેની નિંદા કરું છું. ઐયર એક દરબારી નેતા છે. રાજીવ ગાંધીના દોસ્ત રહ્યા છે. તેમણે પહેલા મોદીજીને ચાવાળા કહ્યા હતા. કોંગ્રેસ એક સામંતિ વિચારધારા ધરાવનારી પાર્ટી છે. તેમને વાતનું દુ:ખ છે કે ગરીબનો દિકરો વડાપ્રધાન કેવી રીતે બની ગયો. શું માત્ર તેમને દેશ ચલાવવાનો અધિકાર છે?’ તેમણે ઉમેર્યુ કે, ‘આજે મોદીજીએ દિલ્હીમાં આંબેડકરજીના પ્રોગ્રામમાં કહ્યું કે તેઓ ગરીબીમાં ઉછર્યા હતા. બંધારણના જાણકાર હતા. વડાપ્રધાને શું ખોટુ કહ્યું? તેમણે માત્ર એટલુ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ આંબેડકરજીને સન્માન કેમ આપ્યુ? વાત પર ગાંધી-નહેરુ પરિવારના દરબારી નેતા વડાપ્રધાનને નીચ કહી રહ્યા છે. હું કહું છું કે બધુ રાહુલ ગાંધીની સહમતિથી થઈ રહ્યું છે. હવે રાહુલ આનો જવાબ આપે.’

મોદીએ ઐયરના ‘નીચ’ શબ્દને મુદ્દો બનાવતા ભાજપે પ્રહારો કરીને કોંગ્રેસને બેકફૂટ પર મુકી દીધી

2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ અમેઠીમાં રેલી કરી. ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ પ્રચાર દરમિયાન કહ્યું કે, ‘અમેઠીમાં મારા શહીદ પિતાનુ અપમાન થયુ છે. આવું નીચ રાજકારણ રમવાવાળાઓને અમેઠીનું દરેક બુથ જવાબ આપશે.’ વિધાનને ઉઠાવી લઈને મોદીએ પોતાની રેલીમાં કહ્યું હતું કે, ‘નીચ જાતિમાં જન્મ લેવો ગુનો છે શું?’

ઐયર દરબારી નેતા, બધુ રાહુલ ગાંધીની સહમતિથી થઈ રહ્યુ છે : રવિશંકર પ્રસાદ

ભાજપે કોંગ્રેસને ટ્વિટર પર ઘેરી લીધી

ઐયરના ‘લો’બોલ પર મોદીનીસિક્સર

અન્ય સમાચારો પણ છે...