• Gujarati News
  • National
  • મહેમદાવાદના રાસ્કા ચોકડી પાસેથી તફડંચી ગેંગના બે ઝબ્બે

મહેમદાવાદના રાસ્કા ચોકડી પાસેથી તફડંચી ગેંગના બે ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેમદાવાદનારાસ્કા ચોકડી પર મોટરસાયકલ પર પસાર થતા બે ઇસમોની પૂછપરછમાં તેઓ મોબાઇલ ચોર તથા ચેઇન સ્નેચર ગેંગના સાગરિત હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાસ્કા ચોકડી પરથી મંગળવારે બાઇક પર પસાર થઇ રહેલાં સાગર હર્ષદભાઇ મિસ્ત્રી (પંચાલ, હાલ રહે નાદેજ, જિ. અમદાવાદ, મૂળ રહે મહેમદાવાદ) હોવાનું તથા તેની પાછળ બેઠેલનું નામ રણજિત ઉર્ફે બોડો ચંદુભાઇ કાભઇભાઇ વાઘરી (વાઘેલા, રહે રોહિસ્સા, તા. મહેમદાવાદ)ની શકના આધારે અંગજડતી કરી હતી. જેમાં 10 મોબાઇલ ફોન તથા સાગર પંચાલની અંગજડતીમાંથી મોબાઇલ ઉપરાંત સોના જેવી પીળી ધાતુની આશરે અડધા તોલા વજનની એસ પટ્ટી ભાતની એક ચેન તથા બાઇક મળી 59,000નો મુદા્માલ કબજે કર્યો હતો. બંનેની કડક પૂછપરછ કરતા તેઓએ છેલ્લા બે માસમાં મોબાઇલ ફોન કણજરી, ગોઠાજ અને કનીજ વગેરે રેલવે સ્ટેશનો પરથી તેની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ઉપરાંત કણજરી ચોકડી પાસે રાતના અંધારામાં લઘુશંકા કરવા ઊભેલા એક બાઇક ચાલકની ચેન રણજિતે ચાલુ બાઇકે તોડી નાસી ગયા તથા ખેડા, આણંદ તથા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી જગ્યાએથી ચેઇન સ્નેચીંગના ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે બંને આરોપીને પકડી તેમની પાસેથી મોબાઇલ ફોન, ચેઇન કબજે કરી.

ખેડા, આણંદ અને અમદાવાદમાં મોબાઇલ ચોરી, ચેઇન સ્નેચિંગ કર્યાની આરોપીએ કરી કબૂલાત

અન્ય સમાચારો પણ છે...