• Gujarati News
  • National
  • વર્ધા રૂફ ટેક્નિકથી સેપ્ટ સ્ટુડન્ટ્સ બનાવશે આંગણવાડીનું િબલ્ડિંગ

વર્ધા રૂફ ટેક્નિકથી સેપ્ટ સ્ટુડન્ટ્સ બનાવશે આંગણવાડીનું િબલ્ડિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગિરસોમનાથ વિસ્તારમાં જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે એવા વિસ્તારોમાં ‘વર્ધા વૉલ્ટ રૂફ ટેકનિક’નો ઉપયોગ થાય છે. જેમાં મકાનની છત ઘુમ્મટ જેમ બાંધવામાં આવે છે. મકાનની છત બાંધવા માટે કુંભાર દ્વારા રાઉન્ડ શેપના બ્લોક બનાવવામાં આવે છે. જે બ્લોકમાંથી સરળતાથી બેન્ડ કરી શકાય તેવા સ્ટ્રક્ચર સાથે ટ્રેડિશન ટેકનિકથી બાંધવામાં આવે છે. માટીમાંથી છત બનતી હોવાથી ઘરની અંદરનું તાપમાન મેન્ટેઈન કરી શકાય છે. ગિર સોમનાથ વિસ્તારમાં ટેકનિકથી સ્થાનિય માલધારી લોકો પોતાના ઘર બાંધે છે.

સિટી રિપોર્ટર, અમદાવાદ

ગિરસોમનાથમાં વસતા લોકોના મકાનોની છત કોક્રિંટથી પણ વર્ધા રુફ ટેકનિકથી બનાવતા હોય છે. જેમાં કુંભાર દ્વારા બનાવાતા માટીના નળિયાનો ઉપયોગ થાય છે. સેપ્ટ યુનિવર્સિટીના પાસઆઉટ સ્ટુડન્ટસ દ્વારા 13 થી 23 ડિસેમ્બરે ગિર સોમનાથના બાદલપુરા ગામમાં આંગણવાડીના મકાનનું વર્ધા રૂફ ટેકનિકની બાંધકામ કરી આપશે. આંગણવાડીમાં સેપ્ટિયન વર્ધા રૂફ ટેકનિકનો ઉપયોગ કરશે. જેમાં કુંભાર દ્વારા પકવેલા માટીના નાના રાઉન્ડ શેપના બ્લોકને વાસના સ્ટ્રક્ચર સાથે જોડીને આંગણવાડીની છત બનાવાશે. સેપ્ટ પાસઆઉટ સ્ટુડન્ટસ માટે સ્થાનિય કુંભારનો સંપર્ક કરીને માટીના રાઉન્ડ શેપના નાના બ્લોક ક્યાં પ્રકારે બનાવાય છે તેની ટેકનિક જાણશે.

ગિરસોમનાથના બાલદપુરા ગામમાં આવેલી આંગણવાડી ખાતે વર્કશોપ દ્વારા અમે વિસ્તારમાં બનતા ટ્રેડિશનલ મકાનો અને તેમાં વપરાતા મર્ટીરિયલ્સ વિશે સ્થાનિય કસબીઓ પાસેથી માહિતી મેળવીને આંગણવાડી બિલ્ડિંગ બનાવીશું. માનૂનીપટેલ, સેપ્ટપાસઆઉટ

Noble Cause

અન્ય સમાચારો પણ છે...