• Gujarati News
  • National
  • એક કા તીન કૌભાંડમાં બે આરોપીને 5 દિવસના રિમાન્ડ પર સોંપાયા

એક કા તીન કૌભાંડમાં બે આરોપીને 5 દિવસના રિમાન્ડ પર સોંપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અશોકજાડેજાના એક કા તીન કૌભાંડમાં ધરપકડ કરાયેલા બે આરોપીઓ રાજુ રાઠોડ અને રજનીકાંત ઠક્કરને ગ્રામ્ય જિલ્લા કોર્ટે બે દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે.

સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ.વી.માવીએ બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. સરકારી વકીલ એસ.ડી.ભાવસારે રજૂઆત કરી હતી કે, આરોપી રજનીકાંત ઠક્કરે કૌભાંડના મુખ્ય સૂત્રધાર અશોક જાડેજાના એજન્ટ હાકમ રાઠોડને લખાણ વગર 45 લાખમાં 400 વારનો પ્લોટ વેચ્યો હતો. એજન્ટ હાકમ કેસમાં જેલમાં જતાં આરોપી ઠક્કરે પ્લોટ રૂ. 61 લાખમાં મનીષ રાઠીને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. તેમજ અન્ય આરોપી શેતનાસિંગને 1.75 કરોડમાં ગોડાઉન વેચાણ આપવાનું કહી રૂ. 25 લાખ લીધા હતાં. આમ આરોપીએ જાડેજાના એજન્ટો પાસેથી રૂ. 70 લાખ લીધા હતા. આરોપી રાજુ રાઠોડના રાજસ્થાનમાં રહેતા સંબંધીઓ કેસમાં ભાગેડુ છે. જેમા તેના રાજસ્થાનના સગાંસંબંધીને પકડવાના છે. આથી આરોપીઓની પોલીસ કસ્ટડી જરૂરી હોઇ તેમના રિમાન્ડ મંજૂર કરવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...