• Gujarati News
  • National
  • પંચવટીમાં કોફીનું રૂ. 1600 બિલ ચૂકવ્યું અને વેઈટરને પણ માર્યો

પંચવટીમાં કોફીનું રૂ. 1600 બિલ ચૂકવ્યું અને વેઈટરને પણ માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક મહિના પહેલા પણ ત્રણ છોકરાઓ કોફી બારમાં આવ્યા હતા ત્યારે પણ પૈસા માટે સ્ટાફ સાથે ઝઘડો કરીને જતા રહ્યા હતા.

ગોતા સફલ વિવન બંગ્લોઝમાં રહેતા દિનેશ મકવાણા અટીરા રોડ ઉપર ડેનિસ બાર ધરાવે છે. દિનેશભાઇની ગેરહાજરીમાં તેમનાં પત્ની મમતાબહેન ત્યાં બેસે છે. એકાદ માસ અગાઉ મણિનગરમાં રહેતો ભૂરો, મહિર અને આનંદ નામના 3 યુવાનો કોફી બારમાં આવ્યા હતા અને બિલના પૈસા માટે સ્ટાફના માણસો સાથે ઝઘડો કર્યો હતો. ત્યારે મમતાબહેને તેમના નણંદ રશ્મિબહેનને ફોન કરીને બોલાવતાં તેમણે આવીને ત્રણેય છોકરાઓને સમજાવીને ત્યાંથી કાઢી મૂક્યા હતા.

ત્યારબાદ સોમવારે બપોરે તે ત્રણ છોકરાઓ ફરી વખત કોફીબારમાં આવ્યા હતા અને કોફી પીને નાસ્તો કર્યો હતો. જેનું બિલ રૂ. 1600 થતા વેઈટર બિલ લઇને જતા ત્રણે ઉશ્કેરાયા હતા અને વેઈટરો સાથે મારામારી કરી હતી. ભૂરો, જેથી મમતાબહેન વચ્ચે પડતાં ત્રણેય જણાંએ મમતાબહેન સાથે ઝપાઝપી કરવા હાથ ઉપાડ્યા હતા.

દરમિયાન મમતાબહેને પોલીસને ફોન કરતા ત્રણેય ત્યાંથી જતા રહ્યા હતા. પરંતુ જતાં પહેલા ધમકી આપીને ગયા હતા કે તમારે અહીં ધંધો કરવો હોય તો મફતમાં કોફી -નાસ્તો આપવો પડશે. તેવી ધમકી આપીને જતા રહ્યા હતા.

અંગે મમતાબહેને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ત્રણેય યુવકોએ એક મહિના અગાઉ પણ આવી રીતે ઝઘડો કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...