તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધોળકામાં અંજુમન નવ જવાન ટ્રસ્ટ દ્વારા ઇનામ આપવામાં આવશે

ધોળકામાં અંજુમન નવ જવાન ટ્રસ્ટ દ્વારા ઇનામ આપવામાં આવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકા | જશ્નેમિલાદુન્નબી (સ.અ.વ.)ની ઉજવણી ભાગરૂપે ધોળકા ખાતે તા.30 ને ગુરુવારના રોજ રાત્રે 9 વાગે ધોળકામાં અંજુમન નવ જવાન ટ્રસ્ટ દ્વારા ઇનામી જલસાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસંગે ધોળકામાં સામાજીક ક્ષેત્રે સેવા આપનાર ખિદમતગારોને ધોળકા મુસ્લિમ સમાજ રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. ઘાંચી જમાત ખાનામાં યોજનારા જલસામાં પ્રમુખ સ્થાને અબ્દુલ રશીદ જી. શેખ (એલઆઇસી ડેવલપમેન્ટ ઓફીસર, નિવૃત નડીયાદ), મુખ્ય મહેમાન મોહંમદ હકીમ યુ. મલેક (સમાજ કલ્યાણ અધિકારી, નિવૃત નડીયાદ), મોહંમદ હુસેન શેખ (ચેરમેન સેન્ટ્રલ ઇદે મિલાદુન્નબી કમિટી, અમદાવાદ, અતિથી વિશેષ તરીકે હઝરત મૌલાના મોહંમદ યુસુફ હાજર રહેશે. મદ્રેસાઓના 10 બાળકો કથા (તકરીર) કહેશે તેમજ મુસ્લિમ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...