તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘જસ્ટ વન મોર બટન ડાઉન’ પુસ્તકનું વિમોચન

‘જસ્ટ વન મોર બટન ડાઉન’ પુસ્તકનું વિમોચન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
AMAમાંસોમવારે ઓથર અને ઈમેજ કન્સલ્ટન્ટ એવા કાજલ મહેતાની બુક ‘જસ્ટ વન મોર બટન ડાઉન’નું વિમોચન કરવામાં આવ્યું હતું. મૂળ અમદાવાદના એવા કાજલ મહેતા તેમના પ્રથમ પુસ્તકમાં 30 જેટલી સ્ટોરી લઈને આવ્યા છે. કાજલ મહેતા કહે છે, ‘મને એવી સ્ટોરી લખવાનો શોખ છે, જેમાં સરપ્રાઈજિંગ ક્લાઈમેક્સ હોય. મેં શોર્ટ સ્ટોરી લખવાની શરૂઆત કરી હતી. હું માનું છું કે દરેકના સ્વતંત્ર વિચારો હોય છે. મારી માટે સ્ટોરી એવી સ્વતંત્રતાની પરિભાષા છે જેમાં ફ્રિડમ ઓફ એક્સપ્રેશન્સને મહત્વ અપાયું છે. દરેક માણસ પોતાના તમામ બટન બંધ રાખે છે પણ જો કોઈ એક્સ્ટ્રા બટન હોય અને તેને ઓપન રાખાય તે મહત્વનું છે. બટન એટલે આપણા સ્વતંત્ર વિચારોની અભિવ્યક્તિ છે. માણસની લાઈફમાં અલગ અલગ તબક્કાઓમાં પરિસ્થિતિ પ્રમાણે જ્યારે તે બદલાય છે અને તે સ્થિતીને સ્વીકારીને આગળ વધે છે ત્યારે તે ક્યાંનો ક્યાં પહોચે છે તે વાત પણ ક્યાંકને ક્યાંક કોઈ સ્ટોરીમાં ઝળકે છે.’

અન્ય સમાચારો પણ છે...