તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વીરચંદ ગાંધીએ વિદેશીઓને ભારતીય સંસ્કૃતિની ઓળખ આપી: ડૉ. કુમારપાળ

વીરચંદ ગાંધીએ વિદેશીઓને ભારતીય સંસ્કૃતિની ઓળખ આપી: ડૉ. કુમારપાળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘29 વર્ષના મહુવાના યુવાને વિશ્વધર્મ પરિષદમાં હિંદુ ધર્મ ઉપર ખોટા આક્ષેપ મૂકયા ત્યારે તેના દાખલા-દલીલો સાથે સચોટ જવાબો આપ્યા હતાં અને આખી ધર્મસભાને સ્તબ્ધ કરી દીધી હતી. વીરચંદ ગાંધીએ ત્યારે કહેલું કે ભારત આઝાદ થશે તો અહિંસાના માર્ગે આઝાદ થશે અને આઝાદ થયા બાદ બધા દેશો સાથે શાંતિમય સહઅસ્તિત્વથી જીવશે. વિવેકાનંદના મિત્ર અને મુંબઈમાં મહાત્મા ગાંધીની સાથે એક રૂમમાં રહીને ખોરાકના પ્રયોગો કરનાર વીરચંદ ગાંધીએ અમેરિકા અને ઇંગ્લેન્ડમાં ભારતના દુષ્કાળ અને શિક્ષણમાં મદદરૂપ થાય તેવી સંસ્થાઓ સ્થાપી હતી.’

‘ઇન્ડિયાઝ મેસેજ ટુ અમેરિકા નામે લેક્ચર્સ આપ્યા’

ડૉ.કુમારપાળ દેસાઈએ કહ્યું કે, ‘14 ભાષાના વિદ્વાન વીરચંદ રાઘવજી ગાંધીએ માત્ર જૈનદર્શન અંગે નહીં પણ સાંખ્ય, યોગ, વૈશેષિક દર્શનો વિશે પણ વિદેશમાં વાત કરી છે. તો બીજી તરફ અમેરિકાની પ્રજા સામે ‘ઇન્ડિયાઝ મેસેજ ટુ અમેરિકા’ લેક્ચર્સ વડે ભારતીય સંસ્કૃતિની કઈ કઈ બાબતો અમેરિકાએ શીખવા જેવી છે એની વાત કરી હતી.

સિટી રિપોર્ટર | અમદાવાદ

બુધવારેતેમણે ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાનવિજ્ઞાન શ્રેણી અંતર્ગત ‘ભારતીય સંસ્કૃતિના વિસ્મૃત જ્યોતિર્ધર વીરચંદ ગાંધી’ પર જાણીતા સાહિત્યકાર અને ગુજરાત વિશ્વકોશના ટ્રસ્ટી ડૉ. કુમારપાળ દેસાઈએ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘અમેરિકા અને ઇંગ્લેન્ડમાં 124 વર્ષ પહેલાં અંગ્રેજી ભાષામાં 650 જેટલાં લેક્ચર્સ આપીને આપીને ભારતીય સંસ્કૃતિની ગરિમાને વધારવાનું કામ કર્યું હતું વિસ્મૃત જ્યોતિર્ધરે. પરાધીન ભારતનો આઝાદી માટેનો રણટંકાર, શાકાહાર, અહિંસા અને ભારતના જુદા-જુદા દર્શનોની વિદેશીઓને સમજ આપી હતી.’

Talk on Litrature

અન્ય સમાચારો પણ છે...