તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્ક્રેપયાર્ડમાં શનિવારે એક સાથે 3 નાટકો ભજવાશે

સ્ક્રેપયાર્ડમાં શનિવારે એક સાથે 3 નાટકો ભજવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ક્રેપયાર્ડમાં શનિવારે એક સાથે 3 નાટકો ભજવાશે

અમદાવાદ| ધાબાપરિષદ થિએટર ગ્રૂપના ઉપક્રમે હોરર, થ્રિલર અને ઈમોશનલ સબ્જેક્ટને લઈને એક સાથે ત્રણ નાટકો ભજવાશે. 2 ડિસેમ્બરે પાલડીના સ્ક્રેપયાર્ડ ખાતે રાત્રે 8 વાગે એકાંકી નાટકો ભજવાશે. તેમાં પહેલું નાટક છે ‘શેડ્સ ઓફ લવ’ કે જેમાં પ્રેમ એક છે પણ તેના રંગો જુદા-જુદા છે તે વિષય વસ્તુ સાથે નાટકની પ્રસ્તુતિ થશે. બીજુ નાટક છે તે ‘ભૂતિયો કાગળ’જેમાં સોશ્યલ નેટવર્કિંગના જમાનામાં કોઈ ટપાલ મોકલે અને ટપાલ જો કોઈ મૃત્યુ પામી ચૂકેલ વ્યક્તિએ લખી હોય તો તો ભૂતિયો કાગળ તમારી સાથે શું શું કરાવી શકે તે વાત તેમાં રજુ થઈ છે. જ્યારે ત્રીજુ નાટક છે તે ‘આખરી ખ્વાઈશ’ જેમાં એક મુસ્લિમ સ્ત્રીની એક માત્ર ઈચ્છા હજ ઉપર જવાની છે ઈચ્છા પૂર્ણ કરવા તે કઈ હદ સુધી જાય છે તે વાત તેમાં રજુ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...