તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બિટકોઇન રેકોર્ડ 11000 ડોલરને ક્રોસ 2018 અંત સુધીમાં 40000 ડોલર થશે !

બિટકોઇન રેકોર્ડ 11000 ડોલરને ક્રોસ 2018 અંત સુધીમાં 40000 ડોલર થશે !

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ ગ્રુપ દ્વારા બિટકોઇ ફ્યુચર કોન્ટ્રાક્ટ શરૂ થાય તો તેજી વધુ વકરશે

બિટકોઇન કરન્સીમાં તેજીનો જુવાળ જોવા મળી રહ્યો છે. આજે રેકોર્ડ સપાટી 11150ના સ્તરે પહોંચ્યો છે. ચાલુ વર્ષમાં 900 ટકાની તેજી આવી છે. જાન્યુઆરી શરૂઆતમાં બિટકોઇનનો ભાવ 1100 ડોલર આસપાસ હતો જે વધીને અત્યારે 11150 ડોલર નજીક ક્વોટ થઇ રહ્યો છે. સટ્ટાખોરો, બુકીઓ, હેકરો, મોટા-મોટા ઉદ્યોગકારો, ડ્રગ માફિયાઓ તથા આતંકીઓ બિટકોઇનના ચલણને વધુને વધુ મહત્વ આપવા લાગ્યા છે. બિટકોઇન કરન્સી પર કોઇ પ્રકારનું નિયંત્રણ નથી જેના કારણે વેપાર ને વેગ મળી રહ્યો છે. વર્ચ્યુઅલ કરન્સીનો જે રીતે વેપાર વધી રહ્યો છે ત્યારે વિશ્વભરની તમામ બેન્કો ચિંતિત બની છે. જોકે, રિઝર્વ બેન્કે વર્ચ્યુઅલ કરન્સીનો ઉપયોગ કરનાર તથા વેપાર કરતા ટ્રેડરોને ચેતવણી આપી છે.

ફોટ્રેસ હેજફંડના ભૂતપૂર્વ મેનેજર માઇકલ નોવોગરેટના મતે બિટકોઇન ઝડપી 10000 થયો. ફાસ્ટમની સેગમેન્ટમાં હજુ વધી 2018 સુધીમાં 40000 ડોલરનો ટાર્ગેટ છે. ફંડ સ્ટ્ેટના ટોમલીએ બિટકોઇનનો લક્ષ્યાંક 11500 દર્શાવ્યો છે. જ્યારે સ્ટેપે પોઇન્ટના રિસર્ચ રોની મોસેએ 11000થી 14000 અને ત્યારબાદ ઝડપી 20100 ડોલર થશે તેવો નિર્દેશ કર્યો છે.

2017માં બિટકોઇનની તેજીની સફરની સ્થિતિ

મહિનો ભાવ

4-જાન્યુઆરી1129.87

3-માર્ચ 1290.79

10-મે 1756.80

11-જુન 3018.55

16-ઓગસ્ટ 4425.30

1-સપ્ટેમ્બર 4950.72

15-ઓક્ટોબર 5697.31

3-નવેમ્બર 7400

21-નવેમ્બર 8072.38

27-નવેમ્બર 6924.29

29-નવેમ્બર 11150.00

(નોંધ : બિટકોઇનનો ભાવ ડોલરમાંં)

ડિજિટલ હોવાથી વાસ્તવિક મુલ્ય શક્ય નથી

^બિટકોઇન કરન્સીનો કોઇ બેઝ નથી, માત્ર ડિજિટલ હોવાથી વાસ્તવિક મુલ્ય થઇ શકે તેમ હોવાથી ભાવની આગાહી શક્ય નથી. એટલું નહિં બિટકોઇન સોસાયટી ક્યાં છે, હેકક્વાર્ટર ક્યાં છે તે ખબર નથી. અત્યારે કરન્સીમાં સટ્ટાખોરો, બુકીઓ, હેકરો, બ્લેકમની, ડ્રગ માફિયાઓ તથા આતંકીઓ બિટકોઇનના ચલણને વધુને વધુ મહત્વ આપવા લાગ્યા છે. ભરપૂર સટ્ટો છે. એટલું નહિં સરકારને ખબર નથી જેનાથી દરોડા પાડી શકાય તેમ નથી. ચીને રેગ્યુલેશન ગેરકાયદે ઠેરવ્યું છે પરંતુ સટ્ટાને પકડી શકાતું નથી. જ્યારે જાપાન કાયદેસર કરી દેવાની માન્યતા આપવાના સમર્થનમાં છે. ઉપરાંત ભારત તથા અમેરિકા બિટકોઇન કરન્સીમાં નરોવા-કુંજરવા જેવો ઘાટ છે. કરન્સી ગેર માન્ય હોવા છતાં વિદેશ ઉપરાંત હવે ભારતમાં પણ તેનું ચલણ વધવા માંડ્યું છે.

> બિરેનવકિલ, સીઇઓ-પેરાડિમકોમોડિટીઝ.

અન્ય સમાચારો પણ છે...