તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાજપના કાર્યકર પર હુમલો કરનારના વીડિયો દ્વારા આક્ષેપો

ભાજપના કાર્યકર પર હુમલો કરનારના વીડિયો દ્વારા આક્ષેપો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદશહેરના જમાલપુરમાં ભાજપના સક્રિય કાર્યકર અબ્દુલ રઉફ શેખ ઉર્ફે રઉફ બંગાલી પર પૈૈસાની લેતીદેતીમાં ચાકુ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડનારા વોન્ટેડ આરોપી સિરાજ ચૌહાણે એક વીડિયો જારી કર્યો છે. પોતાને રઉફ બંગાલીએ ભાજપમાં તેના કામ કરાવી આપવાની લાલચ આપી 2012માં વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઊભો રખાવી બાદમાં તેનો દ્રોહ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ભાજપ માઈનોરિટી સેલના સક્રિય કાર્યકર અબ્દુલ રઉફ શેખ ઉર્ફે રઉફ બંગાલી ઉપર તાજેતરમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, હાલમાં તેઓ વી.એસ. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કેસમાં રઉફના મિત્ર એવા સિરાજ ચૌહાણની સામે આઈપીસીની કલમ 307 હેઠળ ગુનો નોંધાયો છે.

કેસમાં વોન્ટેડ સિરાજે એક વીડિયો જારી કર્યો છે જેમાં તે જણાવે છે કે તેણે રઉફની સાથે કોઈ જાતીય દુશ્મની નથી તેની રઉફ સાથે ગાઢ મિત્રતા હતી તે બધા જાણે છે પરંતુ તેણે કરેલા કામોના કારણ તે દેવાદાર બની ગયો છે. દરમિયાન ગાયકવાડ હવેલી પીઆઈ વી. જી.રાઠોડે જણાવ્યું કે પોલીસે આરોપી સિરાજ ચૌહાણની ધરપકડ કરી લીઘી છે.

અન્ય સમાચારો પણ છે...