તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વેપારીઓને ચૂંટણીપંચની સતામણી સામેની પિટિશન હાઇકોર્ટે ફગાવી

વેપારીઓને ચૂંટણીપંચની સતામણી સામેની પિટિશન હાઇકોર્ટે ફગાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુપ્રીમમાં અગાઉથી અંગે કેસ ચાલુ હોવાથી નિર્ણય

ગુજરાત વેપારી મહામંડળ દ્વારા હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરી એવી રજૂઆત કરી હતી કે, વિધાનસભાની ચૂંટણીને કારણે રોકડ વ્યવહાર અને રૂપિયાની હેરાફેરી પર ચૂંટણીપંચ સીધી નજર રાખી રહ્યું છે. પોલીસ ટીમ કે ચૂંટણીપંચની ટીમ જ્યારે કોઇ વ્યક્તિ 50 હજાર કે તેથી વધારેની રકમ લઇને નીકળે તો તેને અટકાવીને તેની પૂછપરછ કરે છે. તેમજ તે રકમ સીઝ કરી લે છે. તે ઉપરાંત ખાતેદાર બેંક દ્વારા એક લાખ કે તેથી વધારે રકમનું આરટીજીએસ કરે તો પણ તેની વિગતો માગવામાં આવે છે. ચૂંટણીપંચના આવા નિયમોને કારણે વેપારી વર્ગને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

સુપ્રીમના વકીલોની સલાહ લેવાઈ રહી છે

^ચૂંટણીપંંચના વલણને કારણે નાગરિકો અને વેપારીઓ ખોટી રીતે હેરાન થઇ રહ્યા છે. ત્યારે હાઇકોર્ટે આપેલા હુકમને વેપારી મહામંડળ સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારી હાથ ધરી છે. સુપ્રીમ કોર્ટના વકીલો સાથે પરામર્શ કરી કેસમાં શું થઇ શકે તેની સલાહ લેવામાં આવી રહી છે. > શૈલષ પટવારી, પ્રમુખ ગુજરાત વેપારી મહામંડળ

અન્ય સમાચારો પણ છે...