તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ખાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતવિધાનસભાની ચૂંટણીમાં દુનિયાભરના લોકો રસ લઈ રહ્યા છે. છેલ્લા એક મહિનામાં ટ્વિટર પર ગુજરાતની ચૂંટણીને લગતી ટ્વીટમાં 20 ટકા જેટલો ધરખમ વધારો થયો છે. બુધવારે ટ્વિટ ઇન્ડિયાએ જાહેરાત કરી હતી. ગુજરાતની ચૂંટણીને લઈને ટ્વિટરે પણ નવી પહેલ કરી હતી. GujaratElection2017 હેશટેગ હેઠળ યૂઝર્સને ચૂંટણીને લગતી રીઅલ ટાઇમ અપડેટ આપવામાં આવી રહી છે. ટ્વિટરે જણાવ્યું હતું કે યૂઝર્સને પોતાના નેતાઓ સાથે સીધા કનેક્ટ કરવામાં ટ્વિટર મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

ટ્વિટર ઇન્ડિયાના પબ્લિક પોલિસી વડા મહિમા કૌલે જણાવ્યું હતું કે ગુજરાતના લોકો તથા દુનિયાભરમાં ફેલાયેલા ગુજરાતીઓ ટ્વિટર થકી પોતાના વતનની અપડેટ મેળવી રહ્યા છે તથા પોતાનો અભિપ્રાય રજૂ કરી રહ્યા છે.

ટ્વિટર પર ઇલેક્શન ઇમોજી

ટ્વિટરઇન્ડિયાએ જણાવ્યું હતું કે 22 ડિસેમ્બર સુધી યૂઝર્સ GujaratElection2017 તથા GujaratElection, BattleforGujarat or ElectionCaravan જેવા હેશટેગ હેઠળ ઇલેક્શન ઇમોજી એક્ટિવેટ કરી શકે છે.

સોશિયલ મીડિયા માટે અલાયદા વૉર રૂમ

ભાજપ અને કૉંગ્રેસ બન્નેએ સોશિયલ મીડિયા પર એકમેકને હંફાવવા અલાયદો વૉર રૂમ બનાવ્યો છે. કૉંગ્રેસના વૉર રૂમમાં 2 હજાર સ્વયંસેવકો છે જેમાં પ્રત્યેક જિલ્લામાં 50 સ્વયંસેવકોની ટીમ પણ સામેલ છે. સાથે કૉંગ્રેસે 30 હજાર વોટ્સએપ ગ્રુપ અને 28 ટ્વિટર હેન્ડલ બનાવ્યા છે. બીજી તરફ ભાજપે પણ દિલ્હી અને અમદાવાદમાં વૉર રૂમ ઉભા કર્યા છે જેમાં 15 હજાર કાર્યકર્તાઓ અને 10 હજાર સ્વયંસેવકો રાતદિવસ સક્રિય છે. દિલ્હીમાં 25 સભ્યોની ટીમ સમગ્ર કામગીરીનું મોનિટરીંગ કરે છે.

ચૂંટણીમાં ટ્વિટર ઘેલું, ટ્વીટમાં 20 ટકાનો વધારો

ટ્વીટની સાથે સરવે પણ કરી શકાતો હોવાથી ભાજપ અને કૉંગ્રેસ બન્ને પાર્ટીઓ યૂઝર્સને પોતાની તરફ ખેંચવા માટે સરવેનો સહારો પણ લઈ રહ્યા છે. લોકોને સાંકળવા માટે ભાજપ નૉ યોર ગવર્નમેન્ટ (તમારી સરકારને જાણો) હેશટેગ સાથે સરવે કરે છે. જેના થકી ભાજપ પોતાની સરકારની યોજનાઓ વિશે લોકોને સવાલો પૂછે છે તો કૉંગ્રેસ નૉ યોર લીગસી (તમારો વારસો જાણો) હેશટેગ હેઠળ સરવે ની સાથોસાથ પાર્ટીની ઐતિહાસિક સિદ્ધિઓ અને વારસા વિશે લોકોને માહિતી આપે છે.

અન્ય સમાચારો પણ છે...