તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજસ્થાન, ગોવા, મહારાષ્ટ્રના શિક્ષણવિદો આવશે

રાજસ્થાન, ગોવા, મહારાષ્ટ્રના શિક્ષણવિદો આવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ઈન્ડિયનઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન (આઈઆઈટીઈ)ના ઉપક્રમે ગાંધીનગર કેમ્પસમાં 27,28મી જાન્યુઆરીએ શિક્ષણમાં નૂતન વિચારના અમલ-અડચણના વિચાર વિમર્શ માટે કુલપતિઓની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત,રાજસ્થાન, મહારાષ્ટ્ર,ગોવાની યુનિવર્સિટીઓના 55 કુલપતિ ભાગ લેશે. કાર્યક્રમ અંતર્ગત ઈનોવેશન વિષયની ચર્ચા વિચારણા પર ખાસ ભાર મૂકવામાં આવે તેવી સંભાવના છે.

આઈઆઈટીઈના કુલપતિ ડો. શશીરંજન યાદવે જણાવ્યું છે કે,દેશના કુલ ચાર ઝોનમાંથી વેસ્ટ ઝોનમાં આવતા પ્રદેશોમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા પ્રદેશના કુલ 75 જેટલા શિક્ષણશાસ્ત્રીઓની સાથે આપણા રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના પદાધિકારીઓ પણ ભાગ લેશે.

કાર્યક્રમનું ઉદઘાટન સોમવારે સવારે 10 કલાકે રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી, આઈઆઈએમના પ્રોફેસર અનિલ ગુપ્તા કરશે. બે દિવસ દરમિયાન શૈક્ષણિક ગોષ્ઠિનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે વિદ્યાર્થીઓ માટેની વિવિધ માળખાકીય સવલતોનું પણ ઉદઘાટન કરાશે.’

અન્ય સમાચારો પણ છે...