તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લાંચ કેસમાં નિર્દોષ છૂટેલા કર્મીને પૂરેપૂરો પગાર ચૂકવવાનો આદેશ

લાંચ કેસમાં નિર્દોષ છૂટેલા કર્મીને પૂરેપૂરો પગાર ચૂકવવાનો આદેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભોગ બનેલા કર્મચારીને મજૂર અદાલતના ચુકાદાથી રાહત

કોર્ટના ચુકાદા છતાં સરકાર નોકરીએ પાછા લેતી હતી

સરકાર દ્વારા લેબર કોર્ટ સમક્ષ રેફરન્સ રિટ દાખલ કરી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ચોથાવર્ગના કર્મચારી તરીકે જોડાયેલા નૂરમહંમદ ચાંદભાઇ શેખે સફાઇ કામદાર વિકાસ નિગમ દ્વારા બનાવવામાં આવેલા ડો. આંબેડકર આવાસ યોજના હેઠળના મકાન સહાયના બીજા હપતાની ભલામણ માટે લાભાર્થી પાસેથી રૂ. 1000ની લાંચની માગણી કરી હતી. નૂરમહંમદ ફિક્સ પગારથી લાગેલા હતા.

દરમિયાન તેમની સામે લાંચની માગણીનો આક્ષેપ થતાં 30મી મે 2007ના રોજ તેમને છૂટા કરી દેવામાં આવ્યા હતા. દરમિયાન એસીબી કોર્ટે તેમને લાંચના કેસમાં નિર્દોષ છોડી મૂક્યા હતા. જેથી ફરજ પર પરત લેવા માટે તેમણે 12મી જુલાઇ 2010ના રોજ સરકારમાં અરજી કરી હતી. તે બાદ તેમણે મજૂર કમિશનર સમક્ષ અરજી કરી હતી જો કે ત્યાંથી પણ કોઇ હકારાત્મક કાર્યવાહી નહીં થતાં તેમને આખરે રેફરન્સ અરજી દાખલ કરી હતી.

નૂરમહંમદના એડ્વોકેટ અરીશ એલ. સૈયદ મારફત કરેલી અરજીમાં તેમને પરત લેવા માટે માગ કરી હતી. જે તમામ દલીલો ધ્યાને લઇ મજૂર અદાલતના પ્રમુખ વિનોદ એમ. ચાવડાએ તમામ દલીલો ધ્યાને લઇ નૂરમહંમદને તેમને છૂટા કર્યાની તારીખથી પગાર ચૂકવવા માટે આદેશ આપી તત્કાલ તેમને નોકરી પર લેવા આદેશ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...