તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લાંચ કેસમાં ના. મામલતદાર સહિત બે ને 7 વર્ષની કેદ

લાંચ કેસમાં ના. મામલતદાર સહિત બે ને 7 વર્ષની કેદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંચ રૂશવત બ્યુરો દ્રારા લાંચીયા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે જો કે બાબતે કોર્ટમાં કેસ ચાલી જતા ખુબ ઓછા કેસોમાં આરોપીઓને સજા થાય છે તેવી માન્યતાને કોર્ટે દૂર કરી છે. અંગેની વિગત એવી છે કે મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મછારના મુવાડાગામે રહેતા પુજાભાઈ મછારને વાર્ષિક આવકનો દાખલો મેળવવો હતો. માટે તેમની પાસે તત્કાલીન નાયબ મામલતદાર શંકરભાઈ બારીયા તથા સ્ટેમ્પ વેન્ડર જેઠાભાઈ ભગતે પહેલા રૂપિયા 500 લાંચ પેટે લીઘા હતા અને પછી વઘુ રૂા. 300 માંગ્યા હતા. પુજાભાઈએ અંગે લાંચ રૂશવત વિરોઘી બ્યુરોમાં ફરિયાદ કરતા ગોઠવાયેલા છટકામાં બંને ઝડપાઈ ગયા હતા.

કેસ મહિસાગર જિલ્લા ડિસ્ટ્રીકટ કોર્ટના જજ એચ.બી.રાવલની કોર્ટમાં ચાલી જતા બંને આરોપીઓને સાત વર્ષની સખત કેદની સજા અને બંનેને રૂા.10 હજાર મળી કુલ રૂા.20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

2010માં આવકનો દાખલો આપવા માટે રૂપિયા 300 ની લાંચ લીધી હતી

અન્ય સમાચારો પણ છે...