તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટ્રાફિક જામ કરવા મુદ્દેે ઠપકો આપતા યુવકને છરી મારી

ટ્રાફિક જામ કરવા મુદ્દેે ઠપકો આપતા યુવકને છરી મારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાયપુર મિલ પાસે બે ભાઈઓએ કર્યો હુમલો

પગમાં છરી માર્યા બાદ માથામાં પથ્થર માર્યો

ઘી કાંટા ખાતે આવેલી એસ.વી.કોલેજમાં અભ્યાસ કરતો મયૂર વાઘેલા (20) રવિવારે સાંજે સાડા પાંચ વાગે મિત્રો સાથે રાયપુર મિલના ડહેલા પાસે ઊભો હતો. દરમિયાન કરણ બિરાડે નામનો યુવક સાઈકલ લઈને ડહેલાના ગેટ પાસે ઊભો રહી ગયો હતો. દરમિયાન એક અજાણ્યો એક્ટિવા ચાલક આવીને કરણને સતત હોર્ન મારી હટવાનું જણાવતો હતો. પરંતુ કરણ રસ્તા વચ્ચેથી હટતો હતો જેથી મયૂરે તેને રસ્તા પરથી હટી જવા માટે જણાવ્યું હતું. જેને લઈને કરણ અને મયૂર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેથી ઉશ્કેરાઈને કરણ તેના ભાઈ સાગરને બોલાવી લાવ્યો અને બંનેએ ભેગા મળીને ચપ્પા વડે મયૂરના પગના ભાગે ઈજા પહોંચાડ્યા બાદ પથ્થર વડે માથાના ભાગે પણ ઈજા પહોંચાડી હતી અને ત્યારબાદ બંને જણા ભાગી ગયા હતા. ઘટના બાદ મયૂરને તાત્કાલિક સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યારે મયૂર વાઘેલાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં સાગર અને કરણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...