તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જમાલપુરમાં ભાજપના કાર્યકર રઉફ બંગાળી પર છરી વડે હુમલો

જમાલપુરમાં ભાજપના કાર્યકર રઉફ બંગાળી પર છરી વડે હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંગે ગાયકવાડ હવેલી પોલીસે સિરાજ ચૌહાણ વિરુધ્ધ ખૂનની કોશિષ અંગે ગુનો નોંધી તેની શોધખોળ શરુ કરી છે. પૈસાની લેતી દેતીમાં રઉફ ઉપર હુમલો કરાયો હોવાનું પોલીસનું કહેવું છે.

જમાલપુર દરવાજા હજીરાની પોળમાં રહેતા ભાજપના કાર્યકર અબ્દુલરઉફ યાકુબભાઇ શેખ ઉર્ફે રઉફ બંગાળી(50) ના સાઢુભાઇ મોહંમદહનીફ મલીકની દીકરીના લગ્ન હોવાથી બંને સાઢુભાઇ કોર્પોરેશનને હોલ બુક કરાવવા માટે ગયા હતા. હોલનું બુકીંગ સહિતનું કામ પતાવીને બંને જણાં જમાલપુર આવી રહ્યા હતા. ત્યારે કોર્પોરેશનની ઓફિસ સામે સિરાજ ચૌહાણે ચાલુ એકટીવાએ સિરાજ ઉપર છરી વડે હુમલો કર્યો હતો.

સિરાજે રઉફને પેટના ભાગે, છાતીના ભાગે અને હાથના કાંડા ઉપર એમ 3 ઘા મારી દીધા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રઉફને તાત્કાલિક સારવાર માટે વીએસ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. અંગે મોહંમદહનીફ મલીકે ગાયકવાડ હવેલી પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે સિરાજ ચૌહાણ વિરુધ્ધ ખૂનની કોશિષ અંગે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

અંગે ગાયકવાડ હવેલી પીઆઈ વી.જી.રાઠોડે જણાવ્યું હતુ કે હજુ સુધી સિરાજની ધરપકડ કરવામાં આવી નથી. પરંતુ સિરાજ અને રઉફ જૂના મિત્રો હતા અને તે બંને પૈસા પૈસાની લેતી દેતી ચાલી રહી હતી. જેથી પૈસાની લેતી દેતીમાં સિરાજે રઉફ ઉપર હુમલો કર્યો હતો.

સાઢુભાઇ સાથે એકટીવા ઉપર જઇ રહ્યો હતો ત્યારે છરાના 3 ઘા માર્યા: પૈસાની લેતી દેતીમાં જૂના મિત્ર સિરાજ ચૌહાણે હુમલો કર્યો

અન્ય સમાચારો પણ છે...