• Gujarati News
  • National
  • મેડિકલ કોલેજોએ પ્રવેશ વેળા લીધેલી ટ્યૂશન સિવાયની ફી જાહેર કરવી પડશે

મેડિકલ કોલેજોએ પ્રવેશ વેળા લીધેલી ટ્યૂશન સિવાયની ફી જાહેર કરવી પડશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનીમેડિકલ કોલેજોને શૈક્ષણિક વર્ષ 2018-2019 માટે મેડિકલ કોલેજોની પ્રવેશ કાર્યવાહીથી પ્રવેશ વેળાએ લીધેલી ટ્યૂશન ફી સિવાય વિવિધ મથાળા હેઠળ લીધેલી ફી ઓનલાઈન જાહેર કરવી પડશે. કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે રાજ્ય સરકારને અંગેની સૂચના આપીને લેખિતમાં સૂચના આપી છે. જેના અનુસંધાનમાં મેડિકલ પ્રવેશ કમિટીને નવા શૈક્ષણિક સત્રથી પ્રવેશ નિયમોમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી છે.

કોલેજો ફીની વિગત માટે સૂચના અપાઈ છે

^કેન્દ્રેનવા શૈક્ષણિક સત્ર 2018-2019થી મેડિકલમાં પ્રવેશ માટેની ટ્યૂશન ફી ઉપરાંતની વિવિધ ફી હેડ હેઠળની ફીની વિગતો કોલેજો રજૂ કરે તે માટે કાર્યવાહી કરવા રાજ્ય સરકારને સૂચના અપાઈ છે. સત્તાવાળાઓએ અમને આવશ્યક કાર્યવાહી કરવા,પ્રવેશના નિયમોમાં ફેરફાર કરવા માટે જણાવ્યું છે. > સભ્ય,મેડિકલ-પેરામેડિકલ પ્રવેશ કમિટી

મેડિકલ કોલેજો માટેની પ્રવેશ કમિટી દ્વારા 2018-2019ના વર્ષમાં મેડિકલમાં પ્રવેશ માટે તૈયાર થનારા નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. જે અંતર્ગત મેડિકલ કોલેજોને પ્રવેશ કાર્યવાહી દરમિયાન પ્રવેશ કમિટીની વેબસાઈટ પર ટ્યૂશન ફી ઉપરાંતની અન્ય ફીની વિગતો રજૂ કરવા માટે કહેવામાં આવશે.

2018-19ના વર્ષ માટે નિયમોમાં ફેરફાર કરાશે

શૈક્ષણિક વર્ષ 2018-19ની પ્રવેશ કાર્યવાહીમાં અમલની કેન્દ્રની સૂચના

અન્ય સમાચારો પણ છે...