• Gujarati News
  • National
  • બીરજુ સલ્લાએ હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી

બીરજુ સલ્લાએ હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેટએરવેઝના પ્લેનમાં હાઇજેકની ચિઠ્ઠી મૂકી ષડયંત્ર રચનાર મિલિયોનર બીરજુ સલ્લાએ જામીન મેળવવા માટે હાઇકોર્ટમાં પિટિશન કરી છે. જેમાં એવી રજૂઆત કરી છે કે, તેનો ઇરાદો પ્લેન હાઇજેકનો હતો. એટલું નહીં તેને ખોટી રીતે કેસમાં સંડોવવામાં આવ્યો છે. જેથી તેને જામીન મળવા જોઇએ. આરોપી બીરજુ સલ્લાએ ગત ઓક્ટોબરમાં જેટ એરવેઝના વિમાનના ટોઈલેટમાં એક ચિઠ્ઠી મૂકી પ્લેનને હાઇજેક કરવામાં આવનાર હોવાનું કહ્યું હતું. જે કેસમાં પોલીસે આરોપી બીરજુની ઘરપકડ કરી હતી. જેમાં તેણે એવી રજૂઆત કરી હતી કે, તે એક એરહોસ્ટેસના પ્રેમમાં હતો જેથી તેણે આવી ભૂલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...