• Gujarati News
  • National
  • મ.પ્ર.ની ડિટેક્ટિવ યુવતીએ લગ્નનું કહી ફરી જનારને પોલીસમાં પકડાવ્યો

મ.પ્ર.ની ડિટેક્ટિવ યુવતીએ લગ્નનું કહી ફરી જનારને પોલીસમાં પકડાવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બદનામીથી દોડતા આવેલા એફબી ફ્રેન્ડને યુવતીનો સબક

જો કે વટવા જીઆઈડીસી પોલીસે ઘટના પોતાના હદ વિસ્તારમાં બની હોવાથી અંગે હાલ કોઈ કાર્યવાહી હાથ ધરી નથી.મધ્યપ્રદેશની ડિટેક્ટિવ કંપનીમાં કામ કરનારી કામિની (નામ બદલ્યું છે)ને દોઢ-બે વર્ષ પહેલા ફેસબુક પર રોહન રાજ રાજપૂત નામના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. રોહને કામિનીને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. લગ્નની તારીખ નક્કી થઈ જતા યુવતીએ મધ્યપ્રદેશમાં હોલ બુક કરાવી લગ્નના દિવસે પરિવાર સાથે સજીધજીને હોલમાં પહોંચી ગઈ હતી, જો કે યુવકે કેન્સરની બીમારીના નિદાન માટે અમેરિકા જવાનું બહાનું કાઢી લગ્ન કરવા પહોંચ્યો હતો. ડિટેક્ટિવનું કામ કરતી કામિનીએ રોહનનો ફોટો ગૂગલમાં સર્ચ કરતા તે ગુજરાતી ગાયક રોહિત ઠાકોરનો ફોટો હોવાનું જાણવા મળ્યું હતું.

કામિની અમદાવાદ પહોંચી પોતાના પરિચિત સાથે રોહનના મોબાઈલ નંબરના આધારે તેના સાબરકાંઠા સ્થિત ગામે પહોંચી હતી.

યુવતીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે

વટવા પોલીસે હદનું કારણ આપી કોઈ કાર્યવાહી હાથ ધરી નહીં

^સમગ્ર મામલો છત્તીસગઢ જિલ્લાનો અને આઈટી એક્ટ હેઠળનો છે. યુવતીના પરિચિત વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં રહેતા હોવાથી તેને અમારો સંપર્ક કરી યુવકને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જ્યારે કાયદાકીય રીતે યોગ્ય નથી. યુવતીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. > ડી.આર.ગોહિલ, પીઆઈ,વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન

અન્ય સમાચારો પણ છે...