• Gujarati News
  • National
  • રાજ્યમાં 10 દિવસમાં દારૂની 1.29 લાખ બોટલ પકડાઇ

રાજ્યમાં 10 દિવસમાં દારૂની 1.29 લાખ બોટલ પકડાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અડાલજ, સાંતેજ, વલસાડમાં મોટો જથ્થો ઝડપાયો

દારૂનો જથ્થો અને તેની હેરાફેરીમાં પકડાયેલા વાહનોની કિંમત રૂ. 4.54 કરોડ થાય છે. 4 કન્સાઈન્ટમાંથી 2 કન્સાઈમેન્ટમાં પોલીસે દારૂ ભરેલી ટ્રક પકડી પાડી હતી જ્યારે અન્ય 2 કન્સાઈનમેન્ટમાં દારૂના ગોડાઉન પકડાયા છે.

(1) તા.25 -11-2017 અડાલજ પોલીસે ખોરજ ગામની સીમમાં આવેલા ગોડાઉનમાં દરોડો પાડીને વિદેશી દારૂની 75,968 બોટલ અને વાહન મળી રૂ. 2.45 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(2) તા.30- 11-2017 સાંતેજ પોલીસે દંતાલી ગામની સીમમાં આવેલા ગોડાઉનમાં દરોડો પાડીને વિદેશી દારૂની 22,338 બોટલ (કિંમત રૂ. 69.69 લાખ)ની કબજે કરી હતી.

(3) 4 -12-2017 ના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વલસાડ ખાતેથી દારૂની 13,296 બોટલ અને ટ્રક મળીને કુલ રૂ. 74.58 લાખના મુદ્દામાલ સાથે ઈકબાલ શેખ અને આસીફ પઠાણની ધરપકડ કરી હતી.

(4) 1-12-2017 ના રોજ વડોદરાની હરણી પોલીસે વિદેશી દારૂની 18,000 બોટલ અને ટ્રક મળીને કુલ રૂ. 64.87 લાખના મુદ્દામાલ સાથે અજીમ પઠાણની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...