• Gujarati News
  • EPFO ચાલુ વર્ષે ETFમાં ~410 કરોડ રોકશે

EPFO ચાલુ વર્ષે ETFમાં ~410 કરોડ રોકશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : એમ્પ્લોયમેન્ટપ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ ચાલુ નાણાં વર્ષે એક્સચેન્જ ટ્રેડ ફંડ્સ (ઇટીએફ)માં દર મહિને 410 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. ઇપીએફઓએ દર મહિને તેની ઇન્ક્રીમેન્ટ ડિપોઝીટની પાંચ ટકા રકમનું રોકાણ કરવાનું આયોજન કર્યું છે. અત્યારે ચાલુ નાણાં વર્ષે ઇપીએફઓને ઇન્ક્રીમેન્ટ ડિપોઝીટ તરીકે દર મહિને 8,200 કરોડ રૂપિયાની ડિપોઝીટ મળતી હોય છે તેથી તેના પાંચ ટકા અંદાજે 410 કરોડ રૂપિયા થાય છે. ઇપીએફઓના નીતિ વિષયક નિર્ણયો લેતા કેન્દ્રીય શ્રમ મંત્રાલય હસ્તકના સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝે ગત માર્ચમાં શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો.