• Gujarati News
  • તિસ્તાની બેંક ખાતુ ખોલાવાની અરજીમાં વિલંબ માન્ય રખાયો

તિસ્તાની બેંક ખાતુ ખોલાવાની અરજીમાં વિલંબ માન્ય રખાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક્ટિવિસ્ટતિસ્તા શેતલવાડના બે એનજીઓ સિટિઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ અને સબરંગના બેંક ખાતા સીલ કરતા ગુજરાત પોલીસના નિર્ણય સામે થયેલી પિટિશન વિલંબ બાદ દાખલ કરવાના કારણોને હાઇકોર્ટે માન્ય રાખ્યા હતા.

ગુલબમર્ગ સોસાયટીને મ્યુઝિયમ બનાવવા વિદેશથી આવેલા દાનનો અંગત ઉપયોગ માટે દુરુપયોગ કરવાના કેસમાં ક્રાઇમબ્રાંચે તિસ્તા શેતલવાડના બંને એનજીઓના બેંક ખાતે સ્થગિત કર્યા હતા. ખાતા ખોલી આપવા માટે શેતલવાડ દ્વારા વિલંબથી પિટિશન દાખલ કરવા છતાં તેમની પિટિશન ગ્રાહ્ય રાખવા માટે દાદ માગતી પિટિશન કરી હતી. જે વિલંબની જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ યોગ્ય લેખાવતા હવે તેની બેંક ખાતે ખોલાવવાની પિટિશન પર સુનાવણી હાથ ધરાશે.