તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જંકફૂડ અસમતોલ આહારના લીધે 11% વિદ્યાર્થીઓ ઓબેસિટીથી પીડાય છે

જંકફૂડ-અસમતોલ આહારના લીધે 11% વિદ્યાર્થીઓ ઓબેસિટીથી પીડાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાઈટેકયુગમાં ફાસ્ટ ફૂડ-જંક ફૂડ, અસમતોલ કુપોષણયુક્ત વિરુદ્ધ આહાર, અનિયમિત જીવનશૈલીના કારણે કોલેજમાં ભણતી યુવા પેઢી ઓબેેસિટી, અાંખ, સ્કિનના રોગો સહિતની સમસ્યાથી પીડિત હોવાની વિગતો હેલ્થ ચેક અપ રિપોર્ટમાં બહાર આવી છે. ગુજરાત યુનિવર્સિટીની અમદાવાદ અને ગાંધીનગરની 27 કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પર કરેલા હેલ્થ ચેક અપમાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ અંડર વેઈટ, ડેન્ટલ પ્રોબ્લેમ, કાન-નાક-ગળા, એનિમિયા સહિતની શારીરિક સમસ્યાથી પીડાતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઓવરઓલ 4951 માંથી 3180 વિદ્યાર્થી એટલે કે 64.22 વિદ્યાર્થી વિવિધ શારીરિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે, જેની ટકાવારી સૌથી મહત્વપૂર્ણ બાબત રહી કે હાઈ બ્લડપ્રેશર, એક્ઝાઈટી,ડિપ્રેશન જેવા લાઈફ સ્ટાઈલ ડિસિઝનો ભોગ બનનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે.

સ્વાસ્થ્યની જાળવણી માટે અભિયાન હાથ ધરાશે

^શારીરિક, માનસિક, બૌદ્ધિક વિકાસ થાય તે પ્રકારની પ્રવૃત્તિઓ યુવા પેઢી કરતી નથી, વળી રોજબરોજનો આહાર પણ સત્વશીલ હોતો નથી. બાબતને ધ્યાનમાં રાખીને અભિયાન હાથ ધરાશે. > ડો.હિમાંશુ પંડ્યા, કુલપતિ

શારીરિક સમસ્યાના કારણો

યુવાપેઢી શરીરને જે જોઈએ તો પ્રમાણે આરોગ્યપ્રદ ખોરાક લેતી નથી, પરંતુ સ્વાદમાં ટેસ્ટી પરંતુ, બિન આરોગ્યપ્રદ ખોરાક લેવા માંડી છે. તેઓ લીલા શાકભાજી તેમજ સમતોલ આહાર લેતા નથી. જેના કારણે વિવિધ પ્રકારની શારીરિક સમસ્યાઓ ઊભી થાય છે.

ઓબેસિટી 10.92%

14.32 ટકા વિદ્યાર્થીઓમાં દૃષ્ટિની ખામી જોવા મળી

મેડિકલ પ્રોબ્લેમ વિદ્યાર્થી વિદ્યાર્થિની ટકાવારી

દ્રષ્ટિનીખામી 291418 14.32

ઓબેસિટી291250 10.92

સ્કીનડીસિઝ 313203 10.42

આંખનાનંબર ફેરફાર 122195 6.40

ડેન્ટલ-ગમપ્રોબ્લેમ 06874 2.86

કાન-નાક-ગળા4318 1.23

ગાયનેકપ્રોબ્લેમ -156 3.15

એનિમિયા03186 3.81

હાઈબીપી0201 0.06

એક્ઝાઈટી0201 0.06

ડિપ્રેશન0100 0.02

અન્ય સમાચારો પણ છે...