તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિદેશથી આવીને પરમિટ વિના 3થી વધુ દિવસ દારૂ રાખનાર યુવાન ઝડપાયો

વિદેશથી આવીને પરમિટ વિના 3થી વધુ દિવસ દારૂ રાખનાર યુવાન ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતવિધાનસભાની ચૂંટણીમાં થતી દારૂ - પૈસા અને હથિયારોની હેરાફેરી રોકવા માટે બનાવવામાં આવેલી સર્વેલન્સ સ્ટેટેટિક ટીમે એસજી હાઈવે પરના ઓનેસ્ટ ટી સર્કલ પાસે એક વેગનાર ગાડી રોકી હતી. ગાડીની તલાસી લેતા તેમાંથી રેડ લેબલ સ્કોચ(કિંમત રૂ.1550)ની 1 લિટરની બોટલ મળી આવી હતી. જે વિશે ગાડીના ચાલક સિદ્ધાર્થ સુરેશભાઇ શાહ(28)(અંબિકા પાર્ક સોસાયટી, વાસણા)ને પૂછતા તેઓ કેનેડાની પીઆર ધરાવે છે અને સિદ્ધાર્થ તા.23 નવેમ્બરે કેનેડાથી આવ્યો હતો ત્યારે ત્યાંથી બોટલ સાથે લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. જો કે સિદ્ધાર્થ પાસે દારૂ પીવાની કે સાથે રાખવાની પરમિટ નહીં હોવાથી પોલીસે તેની ધરપકડ કરી દારૂની બોટલ અને ગાડી કબજે કરી હતી.

અંગે પોલીસનું કહેવું છે કે સિદ્ધાર્થ કેનેડાથી જે દારૂની બોટલ લાવ્યો હતો તે 3 દિવસ સુધી સાથે રાખી શકે છે અને પી શકે છે. જો કે 3 દિવસ થઇ ગયા પછી તે દારૂ સાથે રાખવા કે પીવા માટે પરમિટ લેવી પડે છે. જે પરમિટ સિદ્ધાર્થ પાસે હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...