તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તૌસીફ પઠાણ અમદાવાદનો રહેવાસી છે અને તે એન્જિનિયરિંગનો અભ્યાસ ધરાવતો

તૌસીફ પઠાણ અમદાવાદનો રહેવાસી છે અને તે એન્જિનિયરિંગનો અભ્યાસ ધરાવતો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તૌસીફ પઠાણ અમદાવાદનો રહેવાસી છે અને તે એન્જિનિયરિંગનો અભ્યાસ ધરાવતો હોઈ તેણે બોંબ કેસના મુખ્ય આરોપીઓ સાથે સંપર્કમાં રહી તેમને મદદ પૂરી પાડી હતી. વ્યવસાયે ટ્યૂશન કરાવતો તૌસીફ બોંબ બ્લાસ્ટ બાદ નાસી છૂટ્યો હતો અને નામ બદલી બિહારમાં રહેતો હતો. જો કે ત્યાં સાઈબર કાફેમાં શંકાસ્પદ ઈ-મેઈલની પ્રવૃત્તિ કરતા સ્થાનિક પોલીસે તેની ધરપકડ કરી હતી.

બ્લાસ્ટમાં56નાં મોત, 240ને ઈજા થઈ હતી

અમદાવાદનાજુદા જુદા વિસ્તારોમાં બોંબ બ્લાસ્ટ કરાયા હતા, જેમાં 56 લોકોના મોત નિપજ્યા હતા, 240 લોકોને ઈજા થઈ હતી અને ખાનગી તથા જાહેર મિલકતને નુકસાન થયું હતું. આતંદવાદી કૃત્ય સિમી તથા ઈન્ડિયન મુઝાહિદીનના સભ્યોએ ભેગા મળી મુસ્લિમો પર થયેલા અત્યાચારનો બદલો લેવા માટે કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...