• Gujarati News
  • National
  • કાળઝાળ ગરમીથી સ્કૂલોનું વેકેશન લંબાવાની શક્યતા

કાળઝાળ ગરમીથી સ્કૂલોનું વેકેશન લંબાવાની શક્યતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણ-પશ્ચિમથીપવનોને કારણે શુક્રવારે અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી ગયો છે. તેમજ 43.9 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. દેશના અનેક રાજ્યોની સાથે ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. જેના કારણે લૂ લાગવાના કેસોમાં પણ વધારો થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં અમદાવાદના 25 સહિત લૂ લાગવાના કુલ 29 કેસ નોંધાયા છે જ્યારે લૂ લાગવાથી અમદાવાદના 8 સહિત 9ના મોત નિપજ્યા છે. કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર તેમજ ખાનગી સ્કૂલોના સંચાલકો પણ વેકેશનને લંબાવવા વિચારણા કરી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે લોકોને ગરમીથી બચવાના ઉપાયો અંગે જાગૃતિ આવે તે માટેના પ્રયાસો હાથ ધરવા આરોગ્ય તંત્રને સૂચના અપાઇ છે. શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28.6 ડિગ્રી નોંધાયું હતું. સવારથી શરૂ થયેલાં ઠંડા પવનોને કારણે સવારથી બપોરના 12.00 વાગ્યા સુધી શહેરમાં ગરમીથી લોકોએ રાહત મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...