• Gujarati News
  • National
  • 181ની મદદથી પતિએ દુબઇથી પત્નીને બચાવી

181ની મદદથી પતિએ દુબઇથી પત્નીને બચાવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાપશ્ચિમ વિસ્તારમાં રહેતા અમર અને ઇલાએ કોલેજકાળ દરમિયાન પ્રેમ બાદ લગ્ન કરી લીધા હતા. પહેલા ઇલાના પરિવારે લગ્ન સ્વીકારી લીધા એટલે લાગ્યુ કે વાત પતી. પણ ખરેખર અમરની કઠણાઇની કહાની અહીંથી શરૂ થઇ. ઇલાની એક બહેન દુબઇ રહે છે. પરિવારે ઇલા અને અમરને દુબઇ સ્થાયી થવા સલાહ આપી. યોજના મુજબ પહેલા ઇલાને દુબઇ બોલાવી લીધી. ઇલાની બહેનનું પોત હવે પ્રકાશ્યુ અને તેણે ઇલાને અગિયાર મહિના સુધી ગોંધી રાખી. આટલો લાંબો સમય પત્નીના સમાચાર મળતા અંતે 181 હેલ્પ લાઇન પર ફોન કરી અમરે દુબઇ એમ્બસીનો સંપર્ક કરીને મદદ માંગી. એમ્બસીએ પતિ-પત્નીની વાત કરાવી અને ઇલા ભારત આવવા માંગતી હોવાથી દુબઇથી રવાના પણ કરી દીધી.

ઇલાની બહેને તેને દુબઇમાં 11 મહિના ગોંધી રાખી એટલું નહી પરંતુ તેનો પાસપોર્ટ લઇ પાંચ વર્ષ સુધી કામ કરશે તેવા કરાર પર સહી-સીક્કા કરાવી લીધા. ઇલાની બહેને તેનો મોબાઇલ પણ આંચકી લીધો અને તેની હાલત બંધૂઆ મજૂર જેવી થઇ ગઇ. જોકે કિસ્મતે અંતે ઇલાને સાથ આપ્યો અને એક દીવસ તક મળતા તેણે છાનામાના ફોન કરી અમરને તેની આપવિતી કહી. ઘટનાથી ચોંકી ઉઠેલા અમરે 181 હેલ્પ લાઇનની મદદ લીધી અને હેલ્પલાઇના કાઉન્સેલરે દુબઇ એમ્બસીને જાણ કરી .એમ્બસીના અધીકારીઓએ અમરે બતાવેલ સરનામે જઇ ઇલાનો સંપર્ક કર્યો અને તેની ઇચ્છા મુજબ ઇલાને સ્વદેશ પરત મોકલી. ઇલાને પરત મોકલવાનો ખર્ચ પણ દુબઇ સરકારે ઉઠાવ્યો છે.

(પાત્રોનાંનામ બદલ્યાં છે)

181ના કાઉન્સેલરની સૂઝબૂઝ કામ કરી ગઇ

અન્ય સમાચારો પણ છે...