• Gujarati News
  • પક્ષપાતી અન્યાયી સીમાંકન થયાનો વિપક્ષે આક્ષેપ કર્યો

પક્ષપાતી - અન્યાયી સીમાંકન થયાનો વિપક્ષે આક્ષેપ કર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યચૂંટણી પંચે જાહેર કરેલ નવું સીમાંકન અન્યાયી અને પક્ષપાતી હોવાનો તેમજ રાજકીય લાભ મેળવવાના આશય સાથે સીમાંકન કરાયું હોવાનો વિપક્ષી નેતા બદરૂદ્દીન શેખે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસની પેનલના ઉમેદવારો જીતે છે તેવા વોર્ડમાં મોટાપાયે ફેરફાર કરીને તથા રદ કરીને તે વિસ્તાર બીજા વોર્ડમાં ભેળવી દેવાયા છે.દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું છેકે, રાજકીય દબાણને વશ થઈને સીમાંકન કરાયું છે. વોર્ડનો વિસ્તાર અને કાઉન્સિલરોની સંખ્યા વધતાં પ્રાથમિક સુવિધા સંબંધિત પ્રજાની હાલાકી વધશે.

રદ કરાયેલાવોર્ડમાં કોંગ્રેસના પાંચ, ભાજપના 12 અને 1 અપક્ષ કાઉન્સિલરના વોર્ડ છે. સુરેન્દ્ર બક્ષી, વિનોદ કંથારીયા, અતીયાબીબી શેખ, લિકાયત ઘોરી,મુસ્તાક ખાદીવાલા, પારૂલ મકવાણા, શરીફખાન, અર્ચના મકવાણા, તૌફીકખાન પઠાણ, ઈસ્હાક શેખ, અમજદખાન, લિયાકતઅલી અન્સારી, કરમજહાં શેખ, સહિતના કોંગ્રેસી કાઉન્સિલરોનું ભાવિ અનિશ્ચિત બની શકે. ભાજપના વર્ચસ્વવાળા દૂધેશ્વર, આંબાવાડી, ગિરધરનગર, મહાવીરનગર, અર્બુદાનગર, કાંકરિયા, ઘોડાસર પણ રદ થયા છે.

કોંગ્રેસનો એકડો નીકળી જશે, ભાજપને પણ ક્યાંક ફટકો પડશે