તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદીની‘મનકી બાત’એ આપી મજબૂતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાંરવિવારે 50 હજારથી વધુ બૂથ પર એક સાથે ભાજપે ‘મન કી બાત, ચાય કે સાથ’ યોજી હતી. અમદાવાદના દરિયાપુરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના મુખ્ય નેતાઓની હાજરીમાં સાથે સાબરમતી અને વેજલપુર, અસારવા સહિત વિવિધ વોર્ડમાં કાર્યક્રમ યોજાયો હતો. સવારે 11 વાગ્યે વડાપ્રધાનની મન કી બાત શરૂ થઈ હતી. શાહે ધ્યાનથી મન કી બાત સાંભળી હતી.

બીજી તરફ જૂનાગઢમાં મન કી બાત અને ચાય પે ચર્ચા કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ સ્મૃતિ ઇરાની હાજર રહ્યા હતા. સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે આજે 26-11ની શહાદતને લોકો નમન કરી રહ્યા છે અને પ્રશ્ન કરી રહ્યા છે કે તે સમયે સહજાદા (રાહુલ ગાંધી) કયાં ગયા હતા. તેમણે કહ્યું કે કૉંગ્રેસ પાર્ટીને ગુજરાતીઓથી દુશ્મની છે ચાયવાળાઓ સાથ દુશ્મની છે પરંતુ કાૅંગ્રેસ પાર્ટીને ગરીબો સાથે દુશ્મની છે. ગુજરાતની જનતા તેનો મુતોડ જવાબ આપશે. તેમજ આજના દિવસે હું સાંસદનો એક મહિનાનો પગાર આર્મ્સ ફોર્સીસ વેલ્ફેર ફંડમાં આપીશ. જે શહીદોને ધન્યવાદનું પ્રતીક છે. વલસાડમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પણ ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

ઓલપાડમાં પ્રચાર કરવા આવેલા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું 60 વર્ષમાં જેમના હાથમાં શાસન રહ્યું તેઓએ વર્ષ 1955થી લઇ 2014 સુધીમાં દેશમાં 25 કરોડ ઘરમાંથી માત્ર 13 કરોડ ઘરમાં એલપીજી પહોંચાડી હતી. જ્યારે 12 કરોડ ઘરમાં એલપીજી પહોંચી હતી. આજે પ્રધાનમંત્રી મોદીના સાડા ત્રણ વર્ષના શાસનમાં સાડા 8 કરોડ નવા એલપીજી કનેકશન દેશમાં પહોંચાડયા છે.

કપ પર લખેલું હતું, ‘એક કપ ચાય, એક મત ભાજપ’

ચાયપે ચર્ચામાં જે કપમાં ચા પીરવાસમાં આવી હતી, તે કપ પર એક કપ ચાય, એક મત ભાજપને તેવું લખેલું હતું. ઉપરાંત કપ પર એક કપ નમો ચાય, કડક મીઠી ચા લખેલું હતું. કપમાં વચ્ચે કમળનું ચિત્ર હતું. ચા બનાવવા માટે 40 લીટર દુધ, બે કીલો અને પાંચ કિલો ખાંડ વપરાય હતી. આશરે બે હજાર લોકો માટે ચાર બની શકે તેવી વ્યવસ્થા કરાય હતી.

અન્ય સમાચારો પણ છે...