• Gujarati News
  • National
  • મુમુક્ષુ ભંવરલાલનો સંયમ જહાજમાં પ્રવેશ

મુમુક્ષુ ભંવરલાલનો સંયમ જહાજમાં પ્રવેશ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનનામંડાર નિવાસી મુમુક્ષુ ભંવરલાલ દોશીના ઐતિહાસિક દીક્ષામહોત્સવના પ્રારંભે શુક્રવારે 10 આચાર્ય ભગવંતો અને 1 હજારથી વધુ સાધુ સાધ્વીજીનું ભવ્ય સામૈયું કરાયું હતું. 20 હજારથી વધુ શ્રાવકો દેશભરમાંથી મહોત્સવના પ્રથમ દિવસે દીક્ષા મંડપ સમયે ઉમટી પડ્યા હતાં. શહેરના અમદાવાદ એજ્યુકેશન ગ્રાઉન્ડ ખાતે ખાસ બનાવાયેલી સંયમ જહાજ વાટિકા ખાતે મુમુક્ષુ ભંવરલાલના પરિવારે સાધુ-સાધ્વીજીઓનું ભવ્ય સ્વાગત કર્યુ હતું.આ સાથે દીક્ષાનું થીમ સોંગ “મન ભાવના” લોંચ કરવામાં આવ્યું હતું. રાત્રે સંગીત કાર્યક્રમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી આવ્યા હતા.

દીક્ષાદાનેશ્વરી આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજી મ.સા.એ પ્રસંગે જણાવ્યું હતું કે, સંયમ માર્ગનો સ્વીકાર કરીને અનંતા તીર્થંકર પરમાત્માઓએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ. સંયમ માર્ગનો સ્વીકાર વિરલ આત્માઓ પ્રાપ્ત કરી શકે છે. આચાર્ય રશ્મિરત્ન મ.સા.એ જણાવ્યું હતું કે, ઇતિહાસ વાંચનારા મળશે, લખનારા મળશે પરંતુ ત્રણ દિવસોમાં દેવગુરુની કૃપાથી ઇતિહાસ રચાશે જે વારસાઓ સુધી યાદ રહેશે.

50 રસોઈયાખડે પગે

800 સાધુ-સાધ્વીજી

10 આચાર્યભગવંતો

20 હજારજૈન શ્રાવકો

05 વિશાળડોમ મેદાનમાં

500 ફૂટપહોળું સંયમ જહાજ

દીક્ષા મહોત્સવ| 10 આચાર્ય ભગવંતો તથા 1 હજાર સાધુ-સાધ્વીજીઓનું સામૈયું થયું

ઉપસ્થિત આચાર્યોનું મુમુક્ષુએ ભવ્ય સામૈયું કર્યું હતું.

દીક્ષા મહોત્સવની વિશેષ ધાર્મિક વિધિ હાથ ધરાઈ હતી.

દીક્ષા સમારોહના આરંભે આચાર્ય ભગવંતોના આશીર્વચન બાદ મુમુક્ષુ ભંવરલાલે ઉપસ્થિતોનું અભિવાદન કર્યું હતું.

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ગ્રાઉન્ડ ખાતે દીક્ષા મહોત્સવનો આરંભ

1.5 કિ.મી.માં સાધુઓનો વસવાટ

દીક્ષામહોત્સવમાંભાગ લેવા માટે કુલ 41 આચાર્ય ભગવંતો અને 1500થી વધુ સાધુ-સાધ્વીજીના ઉતારા માટે એજ્યુ. ગ્રાઉન્ડની નજીક રહેતા લોકોએ મકાન સાધુ-સાધ્વીજીઓને રહેવા માટે આપી દીધા છે.

આજે ભવ્ય વર્ષીદાન વરઘોડો

શનિવારેવર્ષીદાનના7.5 કિ.મી. લાંબા વરઘોડાની શરૂઆત ભુવનભાનુસૂરિશ્વરજી સ્મૃત મંદિર શાંતિવન બસ સ્ટેન્ડ પાસેથી નિકળીને લો ગાર્ડન થઇને અમદાવાદ એજ્યુકેશન મેદાનમાં પૂર્ણ થશે.

અન્ય સમાચારો પણ છે...