• Gujarati News
  • National
  • મહેમદાવાદ ખેડા હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માતમાં 6નાં મોત

મહેમદાવાદ-ખેડા હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માતમાં 6નાં મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનનાબાંસવાડાથી કડિયાકામની મજૂરી અર્થે સૌરાષ્ટ્રના ભાવનગર જતાં શ્રમજીવીઓની એક બોલેરો ગાડી મહેમદાવાદ-ખેડા હાઇવે રોડ પર સામેથી આવતી ટ્રક સાથે વહેલી સવારે 6 વાગ્યે ધડાકાભેર અથડાતાં 4 શ્રમજીવીઓના ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યાં હતાં, જ્યારે બેનાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં હતાં.

પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ઉપરાંત પ્રાથમિક સારવાર દરમિયાન મણિલાલ પન્નાલાલ ડામોર, નરેશ ડામોર, વીટલીબહેન ડામોર, શુબાબહેન ડામોર, મંગુબહેન ડામોર, સવિતાબહેન સવાભાઈ ડામોર તથા સવાબહેન નાગજીભાઈ ડામોરની હાલત ગંભીર જણાતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મૃતકોની યાદી

1.લક્ષ્મણભાઈગરાસિયા (ચાલક)

2.શુકરામડામોર (ઉં.વ.30)

3.મુકેશભાઈડામોર (ઉં.વ.13)

4.હિરલબેનડામોર (ઉં.વ.2)

5.વીટલીબેનડામોર (ઉં.વ.30)

6.નરેશભાઈડામોર (ઉં.વ.23)

અકસ્માતમાંિપતા-પુત્રીનું પણ મૃત્યુ થયું

પોતાનામાદરેવતનથી ભાવનગર કડિયાકામની મજૂરી અર્થે નરેશભાઈ વક્તાભાઈ ડામોર પત્ની સરલાબહેન તથા દીકરી હિરલબહેનને લઈને જઈ રહ્યાં હતાં. અકસ્માતમાં દીકરી હિરલ તથા નરેશભાઈ ડામોરનું મૃત્યુ નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...