• Gujarati News
  • બિલ્ડર્સ એસો. જનરલ કાઉન્સિલની આજે બેઠક યોજાશે

બિલ્ડર્સ એસો. જનરલ કાઉન્સિલની આજે બેઠક યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિલ્ડર્સએસોસિએશન ઓફ ઇન્ડિયા ચાલુ નાણાકીય વર્ષને પ્લેટિનમ જ્યુબિલી વર્ષ તરીકે ઉજવી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદમાં એસોસિએશનના અમદાવાદ સેન્ટર દ્વારા શનિવારે સવારે 10 કલાકે રોડ અને બિલ્ડિંગ મંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મેનેજિંગ કમિટી અને જનરલ કાઉન્સિલની એક દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં બાંધકામ ક્ષેત્રને લગતી સમસ્યાઓની ચર્ચા કરાશે.

અંગે એસોસિએશનના પ્રમુખ લાલચંદ શર્મા તેમજ વાઈસ પ્રેસિડેન્ટ અનિલ ઝીંઝુવાડિયાએ જણાવ્યું કે, બાંધકામ ક્ષેત્રે જમીન સંપાદન, પર્યાવરણ ક્લિયરન્સ, રો મટિરિયલ જેવી સમસ્યાઓની સાથે ટ્રેન્ડ લેબરની કમી છે. હાલના લેબર કાયદામાં સરળતા હોવી જોઈએ. કડિયા કામ કરતા લોકોને તાલીમ આપવા, પર્યાવરણ કાયદો સરળ બનાવવા જેવી બાબતો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.